ગુજરાત/ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા : કોંગ્રેસમાં મોટું ગાબડું

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના બે યુવાનેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.

Gujarat Others
છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ પ્રમુખ યશપાસિંહ ઠાકોર કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાતા કેટલાક દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ પ્રમુખ યશપાસિંહ ઠાકોર કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજ હતા. થોડા દિવસ પહેલા ઉમેશ શાહના નાનાભાઈના પત્ની નયનાબેન શાહ ભાજપના મેન્ડેટ ઉપર ગુજકોમસોલમાં ડિરેકટર બન્યા હતા ત્યારથી કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી હતી. આજરોજ ગાંધીનગરના ભાજપા કાર્યાલય કમલમ ખાતે છોટાઉદેપુર જિલ્લાના બે કોંગ્રેસ નેતાઓ સાથે બીજા અનેક નાના નાના કાર્યકરો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં કેસરિયો ધારણ કર્યો હતો. સી.આર.પાટીલ સહિત છોટાઉદેપુર જિલ્લાના ભાજપના કાર્યકરોની ઉપસ્થિતમાં સી.આર.પાટીલે ભાજપનો ખેશ પહેરાવીને આવકાર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના બે યુવાનેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.

આ પણ વાંચો : દિલ્હી-અમૃતસર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું DPR કામ પૂર્ણ, 456 કિલોમીટર લાંબા રૂટ પર 13 સ્ટેશન બનાવાશે