unseasonal Rain in Gujarat/ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં માવઠાંની સંભાવના

હવામાન નિષ્ણાતે આપેલ માહિતી મુજબ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે.

Gujarat
મનીષ સોલંકી 2023 11 30T112937.004 ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં માવઠાંની સંભાવના

ગુજરાતમાં ફરી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એકબાજુ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ફરી માવઠું જોવા મળી શકે. હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી. શનિવારે જોવા મળેલ ભારે વરસાદ ફરી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત થયા છે. રાજ્યમાં માવઠાનો માર પડતા પાકને વધુ નુકસાન થવાનો ડર છે.

હવામાન નિષ્ણાતે આપેલ માહિતી મુજબ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે. શનિવારે રાજ્યમાં પડેલ ભારે વરસાદના કારણે તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાતા અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને કયાંક ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝીબિલિટી જોવા મળી. વિઝીબિલિટી ઓછી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા.

ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના હવામાન એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર જોવા મળેલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ માં તબ્દીલ થઈ જશે.’ આ પ્રેશર વધુ ગંભીર બનતા ડિસેમ્બર 1 થી 5 દરમ્યાન હળવો વરસાદ આવી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. હવામાન એક્સપર્ટ મુજબ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, અને વલસાડ સહિત મધ્યગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.