Jamnagar-Heartattack/ જામનગરના 24 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત

રાજ્યમાં હાર્ટએટેકનો કિસ્સો અવિરત જારી છે. તેમા 24 વર્ષીય યુવાનનું અચાનક ઢળી પડયા પછી મૃત્યુ થયું છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં જાણતા જૈન વિજય ફરસાણનો યુવાન વેપારી અચાનક પડી ગયા બાદ તેનું નિધન થયું થયું હતું.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 30T112702.235 જામનગરના 24 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત

જામનગરઃ રાજ્યમાં હાર્ટએટેકનો કિસ્સો અવિરત જારી છે. તેમા 24 વર્ષીય યુવાનનું અચાનક ઢળી પડયા પછી મૃત્યુ થયું છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં જાણતા જૈન વિજય ફરસાણનો યુવાન વેપારી અચાનક પડી ગયા બાદ તેનું નિધન થયું થયું હતું. આ વેપારી જૈન વિજય ફરસાણવાળા રસિકભાઈનો 24 વર્ષનો પુત્ર સુમિત હતો. તેના મૃત્યુના લીધે કુટુંબીજનો અને વેપારી આલમમાં શોકનો માહોલ છવાયો છે. સુમિતનું મૃત્યુ હાર્ટએટેકના લીધે નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે તેના મૃત્યુનું ચોક્કસ કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.

રાજ્યમાં કોરોના બાદ નાની વયના લોકોના મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રોજના બેથી ત્રણ મોત નાની વયના લોકોના મૃત્યુના નોંધાય છે. આ મૃત્યુ પાછા હાર્ટએટેકથી થાય છે. તેઓનો પાછો હૃદયની બીમારીનો કોઈ જૂનો રેકોર્ડ હોતો નથી.

આઇસીએમઆરએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો હતો કે શું કોવિડ વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચેના સંબંધ અંગે તાજેતરમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. આઇસીએમઆરે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19 રસીના લીધે યુવાનોમાં અચાનક મૃત્યુનુ જોખમ વધ્યું નથી. પણ કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી કે કુટુંબમાં અચાનક મૃત્યુના જૂના કેસોની સાથે જીવનશૈલીમાં ફેરફારના લીધે અચાનક મૃત્યુની સંભાવના વધી ગઈ છે.

હવે શિયાળાના લીધે ઠંડીમાં હાર્ટએટેકની સંભાવના આમ પણ વધી જાય છે. તે સમયે શરીરમાં બેડ કોલેસ્ટોરેલ વધુ આકરુ થઈ નસોમાં જમા થાય છે. તેના લીધે હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. આ સંજોગોમાં ખરાબ કોલેસ્ટોરેલ ધરાવતા અને હાઇ બ્લડપ્રેશરથી પીડિત દર્દીઓએ શિયાળામાં વધારે સાવધ રહેવાની જરૂર છે.