Not Set/ પંજાબ અને હિમાચલ પ્રદેશ સરકારે સાઈન કર્યો MoU, હિન્દુ અને શીખ પવિત્ર ધામને જોડશે આ રોપવે પ્રોજેક્ટ

પંજાબ અને હિમાચલ પ્રદેશની સરકાર વચ્ચે શુક્રવારે એક કરાર થયો છે. આ MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) રોપવે પ્રોજેક્ટ માટે થયો છે. 250 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. ૩.5 કિલોમીટરનો આ રોપવે પ્રોજેક્ટ શીખ અને હિન્દુ ધર્મનાં પવિત્ર સ્થળોને જોડશે. આ અગ્રીમેન્ટ બંને રાજ્યનાં સીનીયર ઓફિસર દ્વારા સાઈન કરવામાં આવ્યો હતો. ત્યાં પંજાબનાં સીએમ અમરીન્દર સિંહ […]

Top Stories India
ropeway પંજાબ અને હિમાચલ પ્રદેશ સરકારે સાઈન કર્યો MoU, હિન્દુ અને શીખ પવિત્ર ધામને જોડશે આ રોપવે પ્રોજેક્ટ

પંજાબ અને હિમાચલ પ્રદેશની સરકાર વચ્ચે શુક્રવારે એક કરાર થયો છે. આ MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) રોપવે પ્રોજેક્ટ માટે થયો છે. 250 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે. ૩.5 કિલોમીટરનો આ રોપવે પ્રોજેક્ટ શીખ અને હિન્દુ ધર્મનાં પવિત્ર સ્થળોને જોડશે.

આ અગ્રીમેન્ટ બંને રાજ્યનાં સીનીયર ઓફિસર દ્વારા સાઈન કરવામાં આવ્યો હતો. ત્યાં પંજાબનાં સીએમ અમરીન્દર સિંહ અને જય રામ ઠાકુર પણ હાજર હતા. પંજાબ ટુરીઝમ મીનીસ્ટર નવજોત સિદ્ધુ પણ ઉપસ્થિત હતાં.

આ રોપવે પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો થશે. આ રોપવે પંજાબનાં ખાલસા પંથનાં જન્મ સ્થળ આનંદપુર સાહિબ શહેરના કેશગઢ સાહિબનાં ગુરુદ્વારાને હિમાચલ પ્રદેશનાં બિલાસપુર જીલ્લાનાં માતા નેના દેવી મંદિર સાથે જોડશે.

આ પ્રોજેક્ટની વાત 2014માં ચાલી હરી હતી અને આ વર્ષે અંતે આ પ્રોજેક્ટ સફળ થયો છે. સીએમ અમરીન્દર સિંહે જણાવ્યું કે, ‘અમે ખુબ ખુશ છીએ કે આ પ્રોજેક્ટ પુનર્જીવિત થયો. બંને સરકાર સાથે કામ કરશે જેથી આ કામ સમયસર પૂર્ણ થઇ જાય.’

જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટ ઘણો પહેલાં પૂર્ણ થઇ જવો જોઈતો હતો પરંતુ એ થયું નથી.પણ હવે અમે સાથે આવ્યા છીએ એને સફળ બનાવા માટે.’