Ahmedabad News : અમદાવાદમાં પાન-મસાલા અને તમાકુના ડીલર પર સ્ટેટ GSTની રેડ સામે આવી છે. પાન મસાલાના ડિલરો પર રેડમાં 5.67 કરોડની કરચોરી પકડાઈ છે. સ્ટેટ GSTએ એક સાથે 22 સ્થળો પર રેડ કરી હતી ..જેમાં મણીનગર, કુબેરનગર, ચાંગોદર સહિતના વિસ્તારોમાં રેડ કરતા કરચોરી પકડાઈ અને બિન હિસાબી સ્ટોક, બિન હિસાબી વેચાણ મળી આવ્યા.
મહત્વનું છે કે આ અગાઉ જાન્યુઆરી માસમાં પણ પાન મસાલાના વિક્રેતાઓ પર જીએસટીના દરોડા પડ્યા હતા.અમદાવાદમાં કરચોરી મુદ્દે પાન મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે સ્ટેટ જીએસટીની ટીમે આ વર્ષની શરૂઆતથી જ કડક વલણ અપનાવેલું છે.
તે સમયે ( જાન્યુઆરી-2025) સ્ટેટ જીએસટીની ટીમે ચાંગોદર , સરખેજ અને અસલાલી વિસ્તારમાં દરોડા પાડી મોટી રકમની કરચોરી ઝડપી પાડી હતી. ત્યારે અમદાવાદ જિલ્લાના આ વિસ્તારોમાં આવેલા પાન મસાલાના વિક્રેતાઓને ત્યાંથી અંદાજિત 5 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ પ્રોફેસર ત્રિપલ તલાકની ઘટના: પતિએ ત્રાસ આપીને અન્ય મહિલાને અપનાવી
આ પણ વાંચો: કલમ 370-ત્રિપલ તલાકનો અંત, કેમ ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે 17મી લોકસભા?
આ પણ વાંચો: અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’
