New Delhi/ ચૂંટણી પંચનો મોટો નિર્ણય: 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRનો ત્રીજો તબક્કો શરૂ

ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ત્રીજા તબક્કા (SIR Third Phase)ની જાહેરાત કરી છે. 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરોડો મતદારોની ચકાસણી માટે BLOs ઘરે ઘરે જશે.

Top Stories India Breaking News
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: દેશભરમાં SIR Third Phase શરૂ

New Delhi: ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીની પારદર્શિતા અને ચોકસાઈ વધારવા માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ત્રીજા તબક્કા (SIR Third Phase)ની જાહેરાત કરી છે. આ તબક્કા હેઠળ 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની વિશેષ સમીક્ષા હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, SIRની પ્રક્રિયા તબક્કાવાર રીતે અમલમાં મુકવામાં આવશે. ત્રીજા તબક્કા (SIR Third Phase)માં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખ સિવાય દેશના મોટા ભાગને આવરી લેવામાં આવશે. આ ત્રણ પ્રદેશો માટેનો કાર્યક્રમ બાદમાં જાહેર કરાશે.આ તબક્કામાં દિલ્હીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીની અંતિમ મતદાર યાદી 7 ઓક્ટોબર 2026ના રોજ જાહેર થશે.

આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે SIR Third Phase

ઓડિશા, મિઝોરમ, સિક્કીમ, મણિપુર, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, તેલંગાણા, પંજાબ, કર્ણાટકા, દાદરા અને નગર હવેલી, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, નાગાલેન્ડ અને ત્રિપુરામાં SIRની કામગીરી હાથ ધરાશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ત્રીજા તબક્કા (SIR Third Phase)માં 3.94 લાખથી વધુ BLOs (બૂથ લેવલ ઓફિસર્સ) ઘરે ઘરે જઈને અંદાજે 36.73 કરોડ મતદારોની માહિતી ચકાસશે. આ કામગીરીમાં રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 3.42 લાખ BLAs (બૂથ લેવલ એજન્ટ્સ) પણ સહયોગ આપશે.

પહેલા બે તબક્કામાં 59 કરોડ મતદારો આવરી લેવાયા

SIRના પહેલા બે તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં આશરે 59 કરોડ મતદારોનો સમાવેશ થયો હતો. આ કામગીરીમાં 6.3 લાખથી વધુ BLOs અને 9.2 લાખ BLAs જોડાયા હતા.

રાજકીય પક્ષોને ચૂંટણી પંચની અપીલ

ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને દરેક મતદાન કેન્દ્ર પર BLAs નિયુક્ત કરવાની અપીલ કરી છે. પંચે જણાવ્યું કે SIR એક સહભાગી પ્રક્રિયા છે જેમાં મતદારો, રાજકીય પક્ષો અને ચૂંટણી અધિકારીઓની સક્રિય ભાગીદારી જરૂરી છે. આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને વિશ્વસનીય રીતે પૂર્ણ થાય તે માટે સૌનો સહકાર જરૂરી હોવાનું પણ પંચે જણાવ્યું.


આ પણ વાંચો:સુરત : 8.22 લાખ મતદારો ઘટતા ચિંતા, SIR બાદ પહેલી ચૂંટણીમાં સસ્પેન્સ

આ પણ વાંચો:બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SIRમાં નામ કપાયેલા મતદારો મત નહીં આપી શકે

આ પણ વાંચો:ગુજરાત SIR બાદ અંતિમ મતદાર યાદી જાહેર, 68 લાખ નામ કમી, 9.56 લાખ નવા મતદારો ઉમેરાયા