Ahmedabad News/ અમદાવાદના મણીનગર રોડ પર 15 ફૂટ ઊંડો ભૂવો, સમારકામ દરમિયાન શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

અમદાવાદના કાંકરિયા-મણીનગર રોડ (Maninagar Road Sinkhole) પર 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યા બાદ AMC દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. સમારકામ દરમિયાન શ્રમિકો સુરક્ષા સાધનો વગર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવતા સવાલો ઉઠ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Maninagar Road Sinkhole: 15 ફૂટ ઊંડા ભૂવામાં સેફ્ટી ગિયર વગર કામ, AMCની કામગીરી પર ઉઠ્યા પ્રશ્નો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં રોડ ધસી પડવાની વધુ એક ઘટના સામે આવી છે. કાંકરિયા-મણીનગર (Maninagar Road Sinkhole)ને જોડતા વ્યસ્ત માર્ગ પર અંદાજે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહનવ્યવહાર પર અસર થઈ હતી. ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તાનો એક ભાગ બંધ કરીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

15 ફૂટ ઊંડો ભૂવો પડતા રસ્તો કરાયો બંધ

મળતી માહિતી મુજબ, કાંકરિયા-મણીનગર રોડ (Maninagar Road Sinkhole) પર અચાનક રોડ ધસી પડતાં મોટો ભૂવો સર્જાયો હતો. અકસ્માતની શક્યતા ટાળવા માટે AMCના એન્જિનિયરિંગ વિભાગે તાત્કાલિક એક તરફનો માર્ગ બંધ કરી દીધો અને ભૂવો પૂરવાની તેમજ પાઇપલાઇનના સમારકામની કામગીરી શરૂ કરી.

Maninagar Road Sinkhole: સુરક્ષા સાધનો વગર કામ કરતા શ્રમિકો

સમારકામ દરમિયાન સ્થળ પર કામ કરતા કેટલાક શ્રમિકો હેલ્મેટ, સેફ્ટી શૂઝ અને બોડી હાર્નેસ જેવા જરૂરી સુરક્ષા સાધનો વિના કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે ઊંડા ખાડામાં કામ કરતી વખતે સલામતીના ધોરણોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.

સાઇટ ઇન્ચાર્જના નિવેદનથી ચર્ચા

સ્થળ પર હાજર સાઇટ ઇન્ચાર્જને સુરક્ષા વ્યવસ્થા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે જરૂરી હેલ્મેટ મંગાવવામાં આવ્યા છે અને આ અંગે ઉપરી અધિકારીઓ જવાબદાર છે. આ નિવેદન બાદ કામ શરૂ થતાં પહેલાં સલામતીની વ્યવસ્થા કેમ કરવામાં ન આવી તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

સ્થાનિકોમાં ચિંતા

સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં વારંવાર રોડ ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સાથે જ જાહેર કામો દરમિયાન શ્રમિકોની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ AMC દ્વારા સમારકામની કામગીરી ચાલુ છે અને ભૂવો વહેલી તકે પૂરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના વાડજ ઓવરબ્રિજ પાસે વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો

આ પણ વાંચો:‘વગર ચોમાસે’ વિકાસ ખાડામાં ખાબક્યો! વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડતા AMCની કામગીરીની ખુલી પોલ

આ પણ વાંચો:સ્માર્ટ સિટી બન્યું ભૂવાનગરી, ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પડ્યો 20-25 ફૂટ ઊંડો ભૂવો