Ahmedabad News/ અમદાવાદ SG હાઈવે ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા મુદ્દે અમિત શાહની મેગા બેઠક, અધિકારીઓને કડક સૂચનાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) અમદાવાદના SG હાઈવે પર વધતી ટ્રાફિક સમસ્યા અને શહેરની કાયદો-વ્યવસ્થાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ટ્રાફિક સ્મુથનિંગ, બ્રિજ પ્રોજેક્ટ્સ અને ક્રાઈમ કંટ્રોલ મુદ્દે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
SG હાઈવે પર ટ્રાફિક અને ક્રાઈમ મુદ્દે Amit Shahની મેગા બેઠક

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં SG હાઈવેના આધુનિકરણ, ટ્રાફિક સમસ્યા અને શહેરની કાયદો-વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. SG હાઈવે પર વધતા ટ્રાફિક દબાણ અને પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામ મુદ્દે ગહન સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રીએ અધિકારીઓને ટ્રાફિક સ્મુથનિંગ માટે અસરકારક આયોજન કરવા સૂચના આપી હતી.

અમિત શાહે (Amit Shah) આપ્યા કડક આદેશ

હાઈવે પર ચાલી રહેલા બ્રિજ અને રોડ પ્રોજેક્ટ્સની કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.અમિત શાહે NHAI અધિકારીઓને ડાઈવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.મુખ્ય જંકશનો પર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે અગાઉથી આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.આગામી સમયમાં SG હાઈવે પર ટ્રાફિક મેનેજમેન્ટમાં ફેરફાર જોવા મળી શકે છે.

અમદાવાદ પોલીસનું પ્રેઝન્ટેશન

બેઠક દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે (Ahmedabad City Police Commissioner) શહેરના ક્રાઈમ રેટ અને પોલીસ દ્વારા લેવાયેલા પગલાં અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.ગૃહમંત્રી (Amit Shah)એ શહેરમાં ગુનાખોરી પર વધુ કાબૂ મેળવવા અને પોલીસનો ખોફ જાળવવા ભાર મૂક્યો હતો.આ મેગા સમીક્ષા બેઠક બાદ અમદાવાદના ટ્રાફિક સંચાલન અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારા જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે કરશે મહત્વની બેઠકો 

આ પણ વાંચો:અમિત શાહના હસ્તે મધુર ડેરીના ₹128 કરોડના પ્લાન્ટનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો:“બંગાળમાં બાબરી મસ્જિદ નહીં બનવા દઈએ” – Amit Shah