Operation Sindoor 1st Anniversary: સરહદ પારથી વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને ઘૂસણખોરીના પ્રયાસો વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી આકરી અને સ્પષ્ટ ચેતવણી આપી છે. ‘સેના સંવાદ’ કાર્યક્રમ દરમિયાન સિવિલ-મિલિટરી ઇન્ટરેક્શનમાં બોલતા આર્મી ચીફે પાકિસ્તાનને બે ટૂંકા અને કડક વિકલ્પ આપ્યા છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવે, તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે દુનિયાના નકશા પર ‘ભૂગોળ’ નો હિસ્સો બનીને રહેવા માંગે છે કે પછી માત્ર ‘ઇતિહાસ’ બનવામાં રસ છે. ભારતીય સેના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે.
વર્ષ 2026-27 ‘Year of Networking and Data Centricity’ ઘોષિત
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (Upendra Dwivedi) આધુનિક યુદ્ધ કળા વિશે વાત કરતા જણાવ્યું કે, હવે યુદ્ધ માત્ર જમીન, હવા અને સમુદ્ર સુધી મર્યાદિત નથી રહ્યું. હવે સાયબર સ્પેસ અને કોગ્નિટિવ ડોમેન (માનસિક યુદ્ધ) પણ યુદ્ધનો એક અહમ હિસ્સો બની ચૂક્યા છે.
આ બદલાતા સમયને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ વર્ષ 2026-27 ને ‘ઈયર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી’ (Year of Networking and Data Centricity) તરીકે જાહેર કર્યું છે. સેના હવે નવી ટેકનોલોજી અને ડેટા આધારિત યુદ્ધ ક્ષમતાને વધુ મજબૂત કરવા પર સંપૂર્ણ ફોકસ કરી રહી છે. આ જટિલ સમસ્યાઓના સરળ ઉકેલો શોધવા માટે સેના દેશની યુવા પેઢી અને ટેક એક્સપર્ટ્સની મદદ ઈચ્છી રહી છે.
‘ઓપરેશન સિંદૂર’ ની પ્રથમ વર્ષગાંઠ (Upendra Dwivedi)
આ સેના (Upendra Dwivedi) સંવાદ કાર્યક્રમ દેશ અને ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) ની પ્રથમ વર્ષગાંઠ મનાવ્યાના ગણતરીના દિવસો બાદ જ યોજાયો છે. ગયા વર્ષે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન શાસિત જમ્મુ-કાશ્મીર (PoJK) માં આવેલા આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ અને સચોટ હુમલા કર્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાને (Upendra Dwivedi) પણ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જડબાતોડ જવાબ આપ્યો હતો. બે પરમાણુ શક્તિ ધરાવતા પડોશી દેશો વચ્ચે આ સૈન્ય સંઘર્ષ સતત 88 કલાક સુધી ચાલ્યો હતો, જે આખરે 10 મે ની સાંજે બંને પક્ષો વચ્ચે પરસ્પર સહમતિ સધાયા બાદ શાંત પડ્યો હતો. આ યુદ્ધ અભ્યાસ અને સિવિલ ડિફેન્સમાં NCC કેડેટ્સે પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો :ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ, નેતન્યાહુ અને ટ્રમ્પને ખતમ કરવા ઇરાની હેકર્સ સક્રિય
આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન
આ પણ વાંચો :હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારતીય જહાજ નિશાને, વિદેશ મંત્રાલયે ઓમાનના સત્તાવાળાઓનો માન્યો આભાર

