Not Set/ J & Kમાં જૈશ-એ-મોહમ્મદના ૭૦થી વધુ આતંકીઓ સક્રિય હોવાની આશંકા

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા સતત આતંકી હુમલાઓ પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની વ્યક્ત કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, અમને માહિતી મળી છે કે કાશ્મીરમાં ૭૦થી વધુ જૈશ એ મોહમ્મદના આતંકી સક્રિય છે. જેમની સંખ્યા અને હુમલો કરવાની તેમની સ્ટાઈલ ખૂબ જ ખતરનાક છે. ઉલ્લેખનીય છે કે, […]

India

શ્રીનગર,

જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા સતત આતંકી હુમલાઓ પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની વ્યક્ત કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, અમને માહિતી મળી છે કે કાશ્મીરમાં ૭૦થી વધુ જૈશ એ મોહમ્મદના આતંકી સક્રિય છે. જેમની સંખ્યા અને હુમલો કરવાની તેમની સ્ટાઈલ ખૂબ જ ખતરનાક છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ છેલ્લા પાંચ વર્ષથી નિષ્ક્રિય મનાઈ રહ્યું હતું પંરતુ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી આતંકી ગતિવિધિઓ બાદ પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન કાશ્મીરમાં વધુ એકવાર મજબૂત બની રહ્યુ હોવાના સંકેત પ્રાપ્ત થયા છે.

માનવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં ઘાટીમાં થયેલા કેટલાક આત્મઘાતી હુમલા પાછળ જૈશ-એે-મોહમ્મદનો હાથ હતો. આ હુમલામાં સુજવાન આર્મી કેમ્પ, શ્રીનગર બીએસએફ કેમ્પ, શ્રીનગર સીઆરપીએફ કેમ્પ તેમજ લેથપુરામાં સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પ પર થયેલ હુમલાનો સમાવેશ થાય છે.

આતંકવાદ વિરોધી અભિયાન સાથે જાડાયેલ એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, અમને માહિતી મળી છે કે કાશ્મીરમાં ૭૦થી વધુ જૈશ-એ-મોહમ્મદના આતંકી સક્રિય છે.  જેમની સંખ્યા અને હુમલો કરવાની તેમની સ્ટાઈલ ખૂબ જ ખતરનાક છે.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ કાશ્મીર વિસ્તારની અલગ અલગ ઘાટીઓમાં ફેલાયેલા છે. ખાસ કરીને દક્ષિણ કાશ્મીર, ત્રાલ વિસ્તાર, સોપિયા અને પુલવામાના કેટલાક વિસ્તારમાં તેમની પકડ મજબુત છે, અહીં કેટલાક સ્થાનિક લોકો પણ તેની સાથે જાડાયેલા છે.

પુલવામાના એસપી મુહમ્મદ અસલમે જણાવ્યુ હતું કે, તાજેતરમાં કેટલાક સ્થાનિક યુવકો જૈશ-એ-મોહમ્મદ સાથે જાડાયા છે. જે ચિંતાનો વિષય છે. સાયબર સિક્યોરીટી નિષ્ણાંતોનું પણ કહેવુ છે કે, અફઝલ ગુરુને આપવામાં આવેલ ફાંસી અને તેની દફનવિધીની ઘટનાએ જૈશ એ મોહમ્મદને નવુ જીવનદાન આપ્યુ છે. ૨૦૦૭ બાદ તેઓ લાંબા સમયથી નિષ્ક્રિય હતા. પરંતુ અફઝલને ફાંસી અપાયાના એક જ વર્ષમાં તેઓએ અફઝલ ગુરુ સ્ક્વોડ બનાવ્યુ છે.