Gujarat election 2022/ ગુજરાતનો આ એક માત્ર જિલ્લો છે જયાં બંને તબક્કામાં થશે મતદાન,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે પહેલી  અને પાંચમી ડિસેમ્બરે યોજાશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
9 3 ગુજરાતનો આ એક માત્ર જિલ્લો છે જયાં બંને તબક્કામાં થશે મતદાન,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે પહેલી  અને પાંચમી ડિસેમ્બરે યોજાશે.પહેલા તબક્કામાં સૈૈારાષ્ઠ, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મતદાન થશે અને બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મદ્ય ગુજરાતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં એક એવો જિલ્લો છે જેમાં બે તબક્કાનું મતદાન થવાનું છે. બોટાદ એકમાત્ર એવો જિલ્લો છે.જ્યાં બે તબક્કામાં મતદાન થશે. જેના કારણે આ જિલ્લો એક ચર્ચાનો કેન્દ્ર પણ બન્યો છે,

ગુજરાત વિધાનસભાની બેઠક ધંધુકા (59) હેઠળ આવતા ત્રણ તાલુકામાંથી બે – રાણપુર અને બરવાળા – હવે બોટાદ જિલ્લાનો ભાગ છે. આ બંને તાલુકાઓ 2013 સુધી બોટાદ જિલ્લાની રચના સુધી અમદાવાદ જિલ્લાનો ભાગ હતા. હવે બોટાદ જિલ્લાના ખાતામાં ગુજરાત વિધાનસભાની બે બેઠકો ગડ્ડા અને બોટાદની ચૂંટણી પ્રથમ તબક્કામાં એટલે કે 1 ડિસેમ્બરે યોજાશે. જ્યારે ધંધુકા બેઠકની બાબતમાં જિલ્લાના બે તાલુકામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જોવા જઈએ તો, ધંધુકા અમદાવાદ જિલ્લાનો ભાગ છે, પરંતુ સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.