સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ મંગળવારે સામાન્ય વધારો નોંધાયો છે. ચાંદીની કિંમતમાં 36 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ ચાંદીનો ભાવ 68,156 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. સમવારે ચાંદી 68,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. સોના અને ચાંદી બંન્ને કિંમતી ધાતુઓના હાજર ભાવમાં મંગળવારે સામાન્ય વધારો થયો છે.

Republic Day parade / કોરોના મહામારી વચ્ચે પ્રજાસત્તાક પર્વની પરેડ કંઈક આ રીતે યોજ…
સોનાના ભાવ અંગે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 39 રૂપિયાનો વધારો થયો છે. તેનાથી સોનાનો ભાવ 49,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. કિંમતી ધાતુઓના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળને કારણે ઘરેલૂ બજારમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોમવારે સોનું 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. આ ઉપરાંત વરિષ્ઠ વિશ્લેષકે જણાવ્યુ કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની વાયદા કિંમતોમાં વધારાને કારણે 39 રૂપિયાની તેજી આવી છે. પરંતુ ભારતીય રૂપિયામાં મજબૂતીને કારણે આ તેજી સીમિત રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
