રાજ્યમાં ચોમાસુ શરૂ થયાને મહિનો માંડ Heavyrain થયો છે ત્યારે સીઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમા કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં તો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં 60 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે ફક્ત મધ્ય ઝોનમાં જ 53 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા 22 ગામોને એલર્ટ કરાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ વરસાદ પડ્યો હતો.
તેમા છેલ્લા 24 કલાકમાં ભાવનગરના તાલુકામાં Heavyrain સાડા ચાર ઇંચ, રાજકોટના કોટડાસાંગાણીમાં પોણા ચાર ઇંચ, લોધિકામાં સવા ત્રણ ઇંચ, જામનગરના લાલપુરમાં સાડા ત્રણ ઇંચ, અમરેલીના બાબરામાં સાડા ત્રણ ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં સવા ત્રણ ઇંચ, કચ્છના ગાંધીધામમાં સવા ત્રણ ઇંચ, સુરત શહેરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ, ભાવનગરના સિહોરમાં પોણા ત્રણ ઇંચ, સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ, ગીર સોમનાથના વેરાવળમાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી ઇંચ, તાપીના ડોલવણમાં અઢી ઇંચ, વલસાડના કપરાડામાં અઢી ઇંચ, તાપીના વ્યારામાં અઢી ઇંચ, કચ્છના અંજારમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
મહેસાણાના સતલાસણામાં સવા બે ઇંચ, Heavyrain નર્મદાના નાંદોદમાં સવા બે ઇંચ, ગીરસોમનાથના સૂત્રાપાડામાં સવા બે ઇંચ, ઇડર, ઉમરાળામાં સવા બે ઇંચ, અંકલેશ્વર, જામનગર, ખેડબ્રહ્મામાં પોણા બે ઇંચ, વાલોડ, પલસાણા, સોનગઢમાં પોણા બે ઇંચ, ખેરગામમાં પોણા બે ઇંચ તથા જેસર, જસદણ, ધરમપુરમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
ગીરના તાલાલા, થાનગઢ, કામરેજમાં દોઢ દોઢ ઇંચ, ઝગડિયા, ચીખલી, ઘોઘા, બારડોલીમાં દોઢ ઇંચ, મુંદ્રા, અબડાસા, વઘઈ, આહવામાં સવા ઇંચ, લાઠી, મહુઆ, વાંસદા, ગીર ગઢડામાં સવા ઇંચ, 15 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે Heavyrain વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે ગુજરાત માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ Gyanwapi Mosque/ વારાણસીમાં જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે ચાલુ, બહાર કડક સુરક્ષા વ્યવસ્થા
આ પણ વાંચોઃ ભારે વરસાદ/રાજ્યના 177 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ભાવનગરમાં 4 ઇંચ વરસાદ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
આ પણ વાંચોઃ Navsari Rain/નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચોઃ વરસાદ જ વરસાદ/સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં
આ પણ વાંચોઃ વરસાદી આફત/જુનાગઢમાં વરસાદી આફતે મચાવી તબાહી, જુઓ તારાજીના દ્રશ્યો
