કોરોનાના દર્દી પાસે પોતાના પણ જવા કે તેની પાસે રહેવા પણ તૈયાર નથી. ત્યારે પારકા કોઈ કોરોના ના દર્દી ની સેવા કરે તે કે મોટી વાત છે. આવોજ એક સેવા યજ્ઞ જેતપુર ના સેવા ભાવિ એ શરૂ કર્યું છે. જેણે પોતાના આલીશાન બંગલા ને કોરોનાની હોસ્પિટલ માં બદલી નાખી છે. અને 15 થી 20 જેટલા કોરોના ના દર્દી ને અહીં તેવો ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા કરી છે.

હાલ જે કોરોના ની મહામારી ને લઈ ને કોરોના ના દર્દી ઓ ને દવા સાથે સાથે ઓક્સિજન ની ખાસ જરૂર પડે છે. ત્યારે હોસ્પિટલ માં ઓક્સિજન સાથે ના બેડ ની કોઈ વ્યવસ્થા નથી. ઓક્સિજન ન મળતા કોરોના ના દર્દી ઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને જીવ જોખમ માં મુકાઈ ગયા છે. ત્યારે ઓક્સિજન ની જરૂર હોય તેવા કોરોના ના દર્દી ને જેતપુર ના અમરધામ વિસ્તાર માં રહેતા જેશૂર ભાઈ વાળા એ પોતાના આલીશાન બંગલા ને કોરોના ના દર્દી ને ઓક્સિજન સાથે ના બેડ ની વ્યવસ્થા શરૂ કરી છે.

જેસુર ભાઈ એ પોતાના બંગલા માં જ 15 થી 20 બેડ ની વ્યવસ્થા કરી છે. જેસુર ભાઈ અહીં તમામ દર્દી ને 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે. અહીં આવેલ દર્દી ને 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે. વ્યવસ્થા કરેલ બેડ માં ઓક્સિજન આપવા માટે પ્લાસ્ટિક ની પાણી ની પાઇપ ગોઠવી ને વ્યવસ્થા કરેલ છે. સાથે સાથે કોરોના ના દર્દી નું ઓક્સીજન અને તેની તંદુરસ્તિ નું સતત ધ્યાન રાખવા માં આવે છે, સાથે સાથે અહીં આવેલ દર્દી અને તેના સગાઓને જમવા સહિત ની સુવિધા આપવા માં આવી રહી છે , અહીં દાખલ દર્દી ઓ અને અહીં થતી સેવા ને લોકો પણ આ સેવા જોઈ ને ગદગદ થઈ જાય છે. આ કપરા કાળ માં જ્યારે કોઈ આશા ન હોય દર્દી ને તેના સગા ને તો જાણે ભગવાન મળી ગયા હોય તેવી અનુભૂતિ કરે છે.

