સિવિલના સ્ટાફની ગેરવર્તણૂક, શું તમારો બાટલો અમે ગોતવા જઈએ..? મળ્યા ઉડાઉ જવાબ
ગોંડલ મોટી બજાર વરલી શેરીમાં રહેતા કોરોના પોઝિટિવ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સ્ટ્રેચર પર લેતા વેળાએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન નો બાટલો પૂરો થયો હતો. પરિવારે પોતાની સાથેના ઓક્સિજન નો બાટલો ચડાવી સારવાર કરવાનું જણાવ્યું હતું. પરંતુ સારવાર કારગર નીવડી નહોતી. સાથે સાથે બાટલાની પણ ચોરી થઈ જતા દુઃખી પરિવારને કડવો અનુભવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વચલી શેરીમાં રહેતા અને ખંઢેરિયા શેરીમાં સોની ની દુકાન ધરાવતા કેતનભાઇ અખેણીયા ઉંમર વર્ષ 48 કોરોના પોઝિટિવ હતા. જેને સારવાર માટે 17 વર્ષનો પુત્ર ગૌરવ ઓક્સિજન સિલિન્ડર સાથે પ્રાઇવેટ કારમાં રાજકોટ હોસ્પિટલ લઇ ગયો હતો. દરમિયાન સિવિલમાં એડમિટ થતા પહેલા સ્ટ્રેચર પર રખાયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલનું ઓક્સિજન સિલિન્ડર ખાલી થઈ જતા પોતાની સાથેનું ઓક્સિજન સિલિન્ડર ચડાવી સારવાર શરૂ કરવાનું જણાવ્યું હતું. પરંતુ સારવાર કારગત ન નિવડતા કેતનભાઇ નું અવસાન થયું હતું .આ હળતબળમાં કોઈએ ઓક્સિજન સિલિન્ડર ની ચોરી કરી લીધી હતી. સિલેન્ડર વિશે સિવિલના સ્ટાફને પૂછવામાં આવતા હડધૂત કરી ઉડાઉ જવાબ દેવામાં આવતા દુઃખી પરિવારને કડવો અનુભવ થયો હતો.

