બનાસકાંઠા,
બનાસકાંઠાના પાલનપુરમાં 12 વર્ષીય બાળકને દારૂ પીવડાવવવાનો બનાવ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે બાળકને દારૂ પીવડાવ્યો હતો અને માર માર્યો હતો તેવો આક્ષેપ બાળકના પરિવારજનોએ કર્યો છે.
બાળકને લથડિયા ખાતો જોઈને તેના માતાપિતા ચોંકી ઉઠ્યા હતા અને ઘટના બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને બાળકના માતાપિતા અજાણ્યાા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
