સિડની
હાલ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં એક સરસ નજારો જોવા મળ્યો હતો.ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન઼ે સીરીઝ જીતેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીની મુલાકાત ટેનિસ સ્ટાર રોજર ફેડરર સાથે થઇ હતી.વિરાટ કોહલી સાથે તેની બોલીવુડ સ્ટાર વાઇફ અનુષ્કા પણ હતી.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ જીત્યા બાદ કપલ મેલબોર્નમાં જ ચાલી રહેલી ટેનિસ મેચ જોવા પહોંચ્યું હતું. રોજર ફેડરર આ વર્ષના પહેલાં ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યાં છે.
20 વખતનાં ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરે ગેમ પુરી થયાં બાદ વિરાટ અને અનુષ્કા સાથે ફોટો પડાવ્યો હતો. વીઆઈપી હરોળમાં બેસીને કોહલી અને અનુષ્કાએ મેચ નિહાળી હતી. કોહલીએ આ ફોટો પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા અને નીચે મુજબનું કેપ્શન લખ્યું હતું.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં શું દિવસ રહ્યો છે…ઓસ્ટ્રેલિયન ઉનાળો અદભુત રીતે સમાપ્ત થયો..કાયમ માટે ઋણી રહીશ..
What a day at the Australian open. ❤😍👌👌 An amazing way to finish the Australian summer. Forever grateful🙏😇❤#ausopen pic.twitter.com/fqOiekjH3F
— Virat Kohli (@imVkohli) January 19, 2019
