વારાણસી,
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી મુલાકાતે છે અને આ દરમિયાન તેઓએ પ્રવાસી ભારતીય દિવસનું ઓપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિણ જગન્નાથ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે.
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું,
#WATCH PM Narendra Modi address at Pravasi Bharatiya Diwas in Varanasi. https://t.co/QAHF2vUaxi
— ANI (@ANI) January 22, 2019
“આ સંમેલનની શરૂઆત અટલજી એ કરી હતી, પરંતુ ત્યારબાદ તેઓના ગયા પછી પ્રથમવાર આ કાર્યક્રમનું સ્વાગત થઇ રહ્યું છે”.
તમે લોકો ભારતની બહાર રહીને પણ દેશની શક્તિ દુનિયાને બતાવી રહ્યા છે, તેથી તમે જ ભારતના બ્રાંડ એમ્બેસેડર છો.
આજે ભારતના ઘણા પ્રમુખ એવા લોકો છે જેઓ ભારત દેશ સાથે જોડાયેલા છે.
પહેલા લોકો કહેતા હતા કે ભારત બદલાઈ શકતું નથી, પરંતુ અમે વિચારધાર બદલી નાખી છે.
ભારતના અનેક લોકો ઘણા મામલાઓમાં દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છે.
પ્રવાસી ભારતીયો માટે પીએમ મોદીએ કર્યા આ એલાન
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં રહેતા ભારતીયો માટે કેટલાક એલાન પણ કર્યા હતા.
તેઓએ જણાવ્યું,
તમારી સોશિયલ સિક્યોરિટી સાથે સાથે પાસપોર્ટ, વિઝા, PIO અને OCI કાર્ડને લઈને પણ
PM Modi at Pravasi Bharatiya Diwas, Varanasi: Our Embassies&Consulates across the world are being connected with Passport Sewa Project. It will prepare a centralized system for passport related services for all. Now taking a step forward,work is on to issue chip-based e-passports pic.twitter.com/dZlNbfA3T9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2019
દુનિયાભરમાં અમારી એમ્બેસી અને કોન્સ્યુલેટને પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે. આ સાથે જ તમારા માટે એક સેન્ટ્રલાઈઝ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત સરકાર ચિપ બેસ E – પાસપોર્ટ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
પાસપોર્ટની સાથે સાથે વિઝાના નિયમોને પણ સરળ બનાવવામાં આવશે. E – વિઝાની સુવિધા મળ્યા બાદ તમને સમયની બચત થશે.
