અમરેલી,
અમરેલીના બાબરા પાસે નિલવડામાં પતિના મૃત્યુ બાદ મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પતિના વિયોગમાં મહિલાએ એસિડ ગટગટાવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં બોટલ આચકવા જતા પુત્રના શરીર એસિડ ઉડ્યુ હતુ અને તેના પુત્ર પણ દાઝ્યો હતો. ઘટનાને પગલે માતા પુત્ર બંનેને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહિલાનાા પતિનુ થોડા સમય પહેલા મૃત્યુ થયુ હતું. આથી મહિલાને આધાત લાગ્યો હતો અને જીવન ટુકાવવાનો પ્રયાસ કર્યો હતો.
