Vadodara News: વડોદરા (Vadodara)માં હાલોલ (Halol) GIDCમાં ફરી એકવાર ટાસ્ક ફોર્સની ટીમનો સપાટો પ્રતિબંધિત પ્લાસ્ટિક (Plastic)ના ધમધમતા યુનિટમાં રેડ કરી એક કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
હાલોલ GIDCમાં આવેલા પ્લાસ્ટિક ઔદ્યોગિક એકમોમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic)ના ધમધમતા યુનિટો પર છેલ્લા કેટલાય સમયથી ટાસ્ક ફોર્સની ટીમે ઉપરાછાપરી દરોડા પાડી કરોડો રૂપિયાનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો તેમજ દાણાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમ છતાં હજુ પણ કેટલાક યુનિટોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું મોટા પાયો ઉત્પાદન થઈ રહ્યું હોવાની માહિતીના આધારે સોમવારે સાંજે ટાસ્ક ફોર્સની ટીમના મુખ્ય સભ્ય અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની ટીમે હાલોલ GIDCમાં પનોરમાં ચોકડી ખાતે આવેલ લાભ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક રેડ કરી હતી.
જેમાં લાભ ઇન્ડસ્ટ્રીઝના પ્લાસ્ટિકના યુનિટ (Plastic unit)માં 15 જેટલા મશીનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના કેરી બેગનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું હતું જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો ઉપર પ્રિન્ટિંગ કરવાના બે પ્રિન્ટિંગ મશીનો પણ લાભ ઇન્ડસ્ટ્રીઝના ધમધમતા યુનિટમાંથી મળી આવ્યા હતા. જેમાં ટાસ્ક ફોર્સની ટીમે લાભ ઇન્ડસ્ટ્રીઝના આ ધમધમતા યુનિટમાંથી મોટા પ્રમાણમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેગના જથ્થા સહિત પ્લાસ્ટિક દાણાનો જથ્થો મળી એક કરોડ ઉપરાંત મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં ટાસ્ક ફોર્સની ટીમે લાભ ઇન્ડસ્ટ્રીઝમાંથી પાડવામાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ અને દાણાનો જથ્થો કંપનીમાં સ્થળ પર સીલ કરી કંપનીને પણ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો મળવા પામેલ છે.
@મિતુલ શાહ
આ પણ વાંચો:અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ચંડોળા ડિમોલિશન ફેઝ-2
આ પણ વાંચો:ચંડોળામાં ફેઝ 1માં દોઢ લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાઈ, 190 બાંગ્લાદેશીઓ ઝડપાયા
આ પણ વાંચો:કચ્છના ધોરડોમાં અંદાજે દસ જેટલા રિસોર્ટ પર ફેરવાયું બુલડોઝર
