Gandhinagar News/ ગુજરાતમાં ખુલી બમ્પર ભરતી, 11 હજાર વિદ્યાસહાયકોની થશે ભરતી, TET-1 પાસ કરનારામાં ઉત્સાહ

ગુજરાતમાં બમ્પર ભરતી થવાની છે. રાજ્ સરકારે શિક્ષણ વિભાગમાં 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા આ નિર્ણય લેવાયો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં લાંબા સમય બાદ શિક્ષણ ક્ષેત્રે ભરતી થઈ રહી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પહેલાથી પાંચમા ધોરણ સુધી ના ગુજરાતી માધ્યમના વર્ગો માટે 11 હજાર વિદ્યા સહાયકો (વર્ગ-3) માટે બમ્પર ભરતી ઝુંબેશની જાહેરાત કરી છે. આના પગલે કાગડોળે રાહ જોઈને બેઠેલા TET-1 પાસ કરનારા ઉમેદવારોમાં ઉત્સાહનો સંચાર થયો છે. આ માટેના ફોર્મ 15 એપ્રિલ 2026થી ઉપલબ્ધ થશે.

આમ કુલ 11 હજાર ઉમેદવારની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2026ના રોજ મધરાત્રિના બાર વાગ્યાથી શરૂ થશે. તેને સુપ્રદ કરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ 2026ના બપોરના ત્રણ વાગ્યાથી રહેશે. ઉમેદવારો વેબસાઇટ http://dpegujarat.in પર ફોર્મ ભરી શકે છે. ઉમેદવારોને સમયમર્યાદા પહેલાં તેમની અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા આ ભરતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછતને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી છે. આ ભરતીને હાલમાં TET-1 લાયક ઉમેદવારો માટે આ ઐતિહાસિક તક માનવામાં આવે છે. શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જિલ્લાવાર ખાલી જગ્યાઓ, અનામત અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી જાહેર કરશે તેમ માનવામાં આવે છે.

સમયસર સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવો અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાઓમાં શિક્ષકોની અછતને દૂર કરવામાં આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરાવવા અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સલાહ આપવામાં આવે છે.

TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવાશે

ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષક પાત્રતા કસોટી (TAT-ઉચ્ચતર માધ્યમિક) માટે એક મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ, આ પરીક્ષા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. ઉમેદવારો પહેલી એપ્રિલ, 2026ના રોજ બપોરે બે વાગ્યાથી 12 એપ્રિલ, 2026ના રોજ બપોરે 12 વાગ્યા સુધી OJAS અને SEB ની સત્તાવાર વેબસાઇટ પરથી તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત તમામ અપડેટ્સ માટે નિયમિતપણે વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.


આ પણ વાંચો : PSI ભરતી: 19 એપ્રિલે લેખિત પરીક્ષા, 13 એપ્રિલથી કોલલેટર ડાઉનલોડ શરૂ

આ પણ વાંચો : ગુજરાતમાં નર્સોની ભરતી મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સ્પષ્ટતા, 1903 ભરતી મેરિટ આધારે થઈ

આ પણ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર! પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી