Gujarat News/ કોલેજોને ‘વહીવટ’ દ્વારા મોન્ટુ પટેલે મંજુરી આપી હતી

મોન્ટુ પટેલે પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર ન હોવા છતા ઘણી કોલેજોને મંજુરી આપી હતી

Gujarat

Gujarat News : ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલે વહીવટ દ્વારા કોલેજોને મંજુરી આપી હોવાનું તપાસમાંજાણવા મળ્યું છે. મોન્ટુ પટેલ સહિત ત્રણ જણા વિરૂધ્ધ CBIએ ફરિયાદ દાખલ કરતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.મોન્ટુ પટેલે પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર ન હોવા છતા ઘણી કોલેજોને મંજુરી આપી હતી. જેમાં અમદાવાદ ઉપરાંત વડોદરા અે ગુજરાતની અનેક કોલેજોનો સમાવેશ થાય છે. CBI આ તમામ કોલેજોની તપાસ કરી રહી છે. બીજીતરફ મોન્ટુ પટેલ સામે ફરિયાદ દાખલ થતા દેશભરની ફાર્મસી કાઉન્સિલના હોદ્દેદારો દોડતા થઈ ગયા છે. જેમાં તપાસનો રેલો તમામ રાજ્યની ફાર્મસી કોલેજો સુધી જાય તેવી શક્યતા છે.

બીજીતરફ દિલ્હીની CBI ટીંમ દ્વારા 30 જૂનના રોજ મોન્ટુ પટેલ, ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના વિનોદ તિવારી અને અયોધ્યાના સંતોશકુમાર ધા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાંસત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાંજણાવાયું છે.અયોધ્યાની રામેશ્વરપ્રસાદ સત્યનારાયણ મહાવિદ્યાલયના વિનોદ તિવારીએ રોકડા 10 લાખ આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

તે સિવાય 95,000 રૂપિયા ચેક દ્વારા અપાયા હતા. આ રકમ સંતોષકુમાર ઝા દ્વારા પહોંચાડાયા હતા. જેને પગલે ગણતરીની મિનીટના ઈન્સ્પેક્શનમાં કોલેજને મંજુરી આપી દેવામાંઆવી હતી. જોકે મોન્યુ પટેલની ટીમે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યની સંખ્યાબંધ કોલેજોને આ પ્રકારે મંજુરી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ફરિયાદી દ્વારા આ પ્રકારની તમામ કોલેજોની માહિતી તપાસ એજન્સીને પૂરી પાડવામાંઆવી છે.

દરમિયાન ગાંધીનગર સ્થિત મોન્ટુ પટેલના ઘરે CBI દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે પરિવારે મોન્ટુ પટેલ અંગે કોઈ માહિતી આપી ન હતી.બીજીતરફ 2022માં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્જડિયાની ચૂંટણી વખતે મોન્ટુ પટેલે મતદારો માચે ખાસ સુવિધા કરી હતી. ફરિયાદ મુજબ 44 જેટલા મતદારોને મોન્ટુ પટેલે ભવ્ય હોટેલ રિસોર્ટમાં રાખી સુવિધા પુરી પાડી હતી. પટેલની સામે ગુજરાતના નવીન શેઠ ઉભા હતા. જેમાં મોન્ટુ પટેલને 43 અને નવીન શેઠને 25 વોટ મળ્યા હતા.

ફાર્મસી કાઉન્સિલ બનાવવામાં ઢીલી નીતિને પગલે કાઉન્સિલ ભ્રષ્ટાચારનો અડ્ડો બની

ફાર્મસી કાઉન્સિલનું દેશવ્યાપી કૌભાંડ બહાર આવતા હાલમાં ફાર્મસી ઉદ્યોગ અને અભ્યાસ ક્ષેત્રે ભારે ઉત્તેજના દેખાઈ રહી છે.મોટા ભાગના તજજ્ઞો આ કૌભાંડ માટે કેન્દ્ર સરકારને જવાબદાર માને છે. કેમકે ફાર્મસી કાઉન્સિલની જગ્યાએ કમિશન કમિશન બનાવવાની તૈયારી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે.સરકારે કમિટી બનાવીને ડ્રાફ્ટ તૈયાર કરી લોકોના મંતવ્યો મંગાવવાનું નક્કી કર્યા બાદ આગળની કોઈ કાર્યવાહી થઈ શકી નથી.

આમ કેન્દ્ર સરકારીન ઢીલી નીતિને કારણે ખાઉન્સિલ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાનું નિષ્ણાતો માને છે.મેડિકલ કાઉન્સિલની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન લાગુ કરવામાંઆવ્યું છે. તે જ રીતે ફાર્મસીમાં પણ કમિશન લાગુ કરવાની તૈયારી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે તે માટે એકપણ કમિટીની રચના કરવામાંઆવી નથી. પરંતુ અગમ્ય કારણોસર કાર્યવાહી આગળ ન વધતા કાઉન્સિલ ચાલુ રાખવી પડી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કંડલા બંદર પર કેમિકલ ટેન્કર જહાજમાં થયો વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા

આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું

આ પણ વાંચો:બોરસદના ખેડૂત પુત્રનો CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક :સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક; ફાઈનલનું 18.75 ટકા રિઝલ્ટ