ભારતે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 336 રનથી જીતીને ઇતિહાસ રચ્યો. આ જીત સાથે, તેંડુલકર-એન્ડરસન ટ્રોફી 1-1 થી બરાબર થઈ ગઈ. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટના 5મા દિવસે રવિવારે (6 જુલાઈ) લંચ પછી ઇંગ્લેન્ડની ટીમ 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનની દ્રષ્ટિએ આ ભારતનો વિદેશમાં સૌથી મોટો વિજય છે.
ભારતના વિજયના હીરો કેપ્ટન શુભમન ગિલ, આકાશદીપ અને મોહમ્મદ સિરાજ હતા. ગિલે પહેલી ઇનિંગમાં બેવડી સદી અને બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. મેચમાં આકાશદીપે 10 વિકેટ લીધી હતી, જ્યારે સિરાજે 7 વિકેટ લીધી હતી. ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં પહેલી વાર ટેસ્ટ જીતી હતી. ભારત 58 વર્ષ પહેલા અહીં પહેલી વાર રમ્યું હતું. તે 68.1 ઓવરમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતે બીજા દાવમાં 6 વિકેટે 427 રન બનાવ્યા બાદ ઇનિંગ ડિકલેર કરી હતી. ઇંગ્લેન્ડને 608 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેઓ 68.1 ઓવરમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. જેમી સ્મિથે સૌથી વધુ 88 રન બનાવ્યા હતા. ક્રીઝ પર હેરી બ્રુક 15 અને ઓલી પોપ 24 રન બનાવ્યા હતા. બેન ડકેટ 25 અને જો રૂટે 6 રન બનાવ્યા હતા. ઓલી પોપ 24, હેરી બ્રુક 23 અને બેન સ્ટોક્સ 33 રન બનાવીને આઉટ થયા હતા. ક્રિસ વોક્સે 7, બ્રાઇડન કાર્સે 38 અને જોશ ટોંગે 2 રન બનાવ્યા હતા. શોએબ બશીર 12 રન બનાવીને અણનમ રહ્યા હતા.
ભારત તરફથી આકાશદીપે 6 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી. વરસાદને કારણે 5મા દિવસે રમત સમયસર શરૂ થઈ શકી નહીં. મેચ ભારતીય સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થઈ. ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે રમાશે.
