RCB vs MI: ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 200 મેચ પૂર્ણ કરનાર એમએસ ધોની પછી રોહિત શર્મા બીજો ભારતીય બન્યો. IPL 16મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ દરમિયાન રોહિતે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
નોંધનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 200 મેચ પૂર્ણ કરનાર દેશનો બીજો ખેલાડી બની ગયો છે. 2જી એપ્રિલે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આઈપીએલ 2023માં મેદાનમાં ઉતરતાની સાથે જ તેણે આ સિદ્ધિ મેળવી હતી.
રોહિત શર્મા T20માં કેપ્ટન તરીકે 200 મેચ પૂર્ણ કરનાર ત્રીજો કેપ્ટન બન્યો છે. ભૂતપૂર્વ T20I વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એમએસ ધોનીએ 307 T20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. તે પ્રથમ સ્થાને છે. ડેરેન સેમી બીજા સ્થાને છે. T20માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમનાર ટોચના 5 ખેલાડીઓમાંથી 4 ભારતીય ક્રિકેટર છે. જેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે.
ટી20માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી
એમએસ ધોની – 307 મેચ
ડેરેન સેમી – 208 મેચ
રોહિત શર્મા – 200 મેચ*
વિરાટ કોહલી – 190 મેચ
ગૌતમ ગંભીર – 170 મેચ
ઉલ્લેખનીય છે કે 2013માં પહેલીવાર રોહિત શર્માએ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી સફળ કેપ્ટન તરીકે ઓળખાય છે. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ 5 વખત ખિતાબ જીત્યો છે. રોહિતે T20I ફોર્મેટમાં 51 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. તેણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 149 મેચોમાં અને હવે બંધ થઈ ગયેલી ચેમ્પિયન્સ લીગ T20માં ટીમનું નેતૃત્વ કર્યું છે.
