Not Set/ લાખોના ખર્ચે ભુજ પાલિકાએ ઉભું કર્યું જૂની ટાઈલ્સનું શૌચાલય, તંત્રની બેદરકારીથી લોકોમાં રોષ

“ના ખાઉંગા, ના ખાને દુંગા” ના લક્ષ્યોથી કામ કરતી મોદી સરકારના પાર્ટી ગઢ ગણાતા ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવે તો એ સુત્રોચ્ચાર ક્યાંક ખોટા પડે છે. આજ રોજ ભુજ પાલિકા દ્વારા શહેરના મંગલમ ચાર રસ્તા પર પાલિકાના અધિકારીઓએ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ શૌચાલયમાં ઉદ્ઘાટન દરમિયાન લોકોએ જોયું હતું કે શૌચાલય બનાવવામાં આવેલી ટાઈલ્સ જૂની […]

Top Stories Gujarat Others

“ના ખાઉંગા, ના ખાને દુંગા” ના લક્ષ્યોથી કામ કરતી મોદી સરકારના પાર્ટી ગઢ ગણાતા ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવે તો એ સુત્રોચ્ચાર ક્યાંક ખોટા પડે છે.

આજ રોજ ભુજ પાલિકા દ્વારા શહેરના મંગલમ ચાર રસ્તા પર પાલિકાના અધિકારીઓએ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ શૌચાલયમાં ઉદ્ઘાટન દરમિયાન લોકોએ જોયું હતું કે શૌચાલય બનાવવામાં આવેલી ટાઈલ્સ જૂની અને વપરાયેલી હતી.

આ દ્રશ્ય જોતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ શૌચાલય 8.55 લાખના ખર્ચે બનાવવામાં આવી છે પરંતુ ભ્રષ્ટાચારી વૃતિથી ગ્રસ્ત તંત્રએ આવા કામમાં પણ પોતાની વૃત્તિ દર્શાવી દીધી છે.

શૌચાલય ઉદ્ઘાટન દરમિયાન લોકોએ નજર દોરી હતી કે શૌચાલયમાં સફાઈ નહોતી અને ગંદગી જ નજરી ચડી હતી. આ કારણે અધિકારીઓએ શૌચાલયમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે કડક વલણો ઉચ્ચાર્યા હતા. શૌચાલય નિર્માણમાં જૂની ટાઈલ્સનો ઉપયોગ થયો છે એ તંત્રની ભ્રષ્ટાચારી વૃત્તિ અને ઘોર બેદરકારી દર્શાવે છે.

પરંતુ આપને જણાવી દઈએ કે અધિકારીઓએ આવી ગંભીર બાબતને મજાક બનાવી અને તારવી પડી હતી. જો સામે દેખાતી ટાઈલ્સમાં આવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તો બાકીના કામમાં શું કરવામાં આવ્યું હશે તેની કલ્પના ટાઈલ્સની હાલત પરથી જ કરી શકાય છે. જો આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો ઘણી બાબતો બહાર આવી શકે એમ છે.