Women's Day/ 181 અભિયમ મહિલા હેલ્પ લાઇન, છેલ્લા 6 વર્ષમાં 5 લાખથી વધુ મહિલાઓએ મદદ માટે કર્યા ફોન

181 અભિયમ મહિલા હેલ્પ લાઇન, છેલ્લા 6 વર્ષમાં 5 લાખથી વધુ મહિલાઓએ મદદ માટે કર્યા ફોન

Gujarat Others Trending

@માનસી પટેલ, અમદાવાદ 

8 માર્ચ વિશ્વમાં અંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસે ઉજવણીમાં નારી તું નારાયણીને માન, સન્માન, આદર, પ્રેમ આપવામાં આવે છે. પરંતુ મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા, છેડતી, જેવી તમામ નિંદનીય બનાવો અટકાવવા ગુજરાતમાં મહિલા સલામતના દાવા સાથે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની શરૂઆત કરવામાં આવી હતી. આ 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના 6 વર્ષ સફરતા પૂર્વક પૂર્ણ થયા છે. જેમાં આ મહિલા હેલ્પ લાઈનમાં 5 લાખ કરતા પણ વધુ મહિલાઓના મદદ માટે કોલ આવ્યા છે. આ અભયમ 24 કલાક 365 દિવસ કાર્યરત છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા આયોગ અને gvk emri નું સંકલન કરીને ગુજરાતમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની શરૂઆત થઈ હતી. મહિલાઓને ઘરેલુ હિંસા, સહિતની વિવિધ પ્રકારની હિસાથી બચાવવા માટે તેમજ છેડતી કે પછી પતિ પત્નીના ઝગડા સહિતની તમામ મુશ્કેલીથી બચાવવા આ હેલ્પ લાઈન કાર્યરત છે. મહિલાઓને કોઈ પણ સમસ્યાઓથી ઉગારવા સલાહ કે પછી માર્ગ દર્શન પૂરું પાડવું તેમજ પતિ પત્નીના ઝઘડાનું પણ સમાધાન આ હેલ્પ લાઈન કરે છે. તે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી મહિલાઓ સુધી પહોંચાડે છે.

આ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની અનેક વિષેશતાઓ છે. જેમાં મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા દુર્વ્યવહાર, છેડતી જેવી ઘટનાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન, સલાહ કે પછી રેસ્ક્યુ કરીને મહિલાઓને બચાવવી સાથે જ મહિલાઓને સ્થાનિક માહિતી જેમકે મહિલાઓ માટે વિવિધ સરકારી સેવાઓ જેમાં મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સિલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ, તેવી તમામ બાબતોમાં પણ સહાય આપવામાં આવે છે. 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓને શારીરિક અને માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન સબંધ તેમજ અન્ય સબંધના વિખવાદ, જાતીય અને બાળ લગ્નને લાગતી બાબતો, કાનૂની જોગવાઓની તમામ માહિતી, આર્થિક ઉપજનને લગતા પ્રશ્નો જેવી તમામ બાબતોની મહિલાઓને મદદ કરી પડખે ઉભી રહે છે. 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી હતી.

181 અભયમ હેલ્પ લાઈન દ્વારા કરવામાં આવેલ મહિલા હેલ્પ

1) 6 વર્ષમાં 8, 25, 081 કરતા વધારે મહિલાઓને સલાહ, બચાવ અને માર્ગદર્શન પૂરું પાડ્યું

2) વિપરીત પરિસ્થિમાં ઘટના સ્થળ પર પહોંચીને અભયમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલરે પહોંચી 1, 66, 359 મહિલાઓને મદદ કરી છે.

3) 1, 15, 908 જેટલા કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જ સમાધાન કરાવીને કેસનો નિકાલ કર્યો છે.

4) 50, 451 જેટલી મહિલાઓને ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ વાન દ્વારા રેસ્ક્યુ કરી લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડી છે.

181 અભયમ મહિલા હેલ્પ એપ્લિકેશનની વિશેષતાઓ

આ એપ્લિકેશન દ્વારા મુશ્કેલીમાં સપડાયેલી મહિલાઓ મોબાઈલ શેક કરતા કે પછી ફોન જોરથી હલાવતા 181 માં ફોન થઈ જશે. જેથી મહિલાઓ ફોન કર્યા વગર પણ હેલ્પ મેળવી શકશે. જેથી ઘટના સ્થળે થી જે તે પીડિત મહિલાઓનું ચોક્કસ સ્થળ ગુગલના નકશામાં મળી જશે. સાથે જ પીડિતાના 4 થી 5 સગાઓને ઓટો મેટિક મેસેજના માધ્યયથી સંદેશો પણ મળી જશે. જો કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો આ એપથી ઘટના સ્થળના ફોટો વિડિઓ પણ અપલોડ કરી શકે છે.