Surat News : સુરતના માંગરોળનો સાવા-નંદાવ પુલ (Bridge) જાણે પાંચ વર્ષ માટે જ બનાવવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2021માં જનતા માટે ખુલ્લો મુકાયેલો પુલ આજે જોખમી બની જતા તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. હવે સવાલ એ છે કે પુલની ઉંમર પાંચ વર્ષ અને તોડવાની તૈયારી… તો પછી બાંધકામની ગુણવત્તા કેટલી ‘મજબૂત’ હશે?
Bridge નું 2021માં બાંધકામ, 2026માં તોડકામ
સાવા-નંદાવ પુલ (Sava-Nandav Bridge)વર્ષ 2021માં જનતા માટે ખુલ્લો મુકાયો હતો. સામાન્ય રીતે પુલ વર્ષો સુધી લોકોની અવરજવરનો ભાર સહન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ અહીં તો પાંચ વર્ષમાં જ પુલની હાલત એવી થઈ કે હવે તોડવાની કામગીરી કરવી પડી રહી છે. પુલ બનાવવામાં જેટલો ઉત્સાહ હતો, હવે તેને તોડવામાં પણ તંત્ર (Corruption)એટલું જ સક્રિય જોવા મળી રહ્યું છે.
જનતાના પૈસાથી બન્યો પુલ, હવે જનતાના જ પૈસે તોડાશે?
પુલ તોડવાની કામગીરી સાથે જાહેર નાણાં (Public Money)ના ઉપયોગ અંગે પણ સવાલો ઊભા થયા છે. જો પુલના બાંધકામમાં શરૂઆતથી જ ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો માત્ર પાંચ વર્ષમાં તેને તોડવાની જરૂર પડી હોત? એક તરફ પુલ બનાવવા માટે ખર્ચ, બીજી તરફ હવે પુલ તોડવા અને નવેસરથી બાંધકામ માટે ખર્ચ. એટલે જનતાના ખિસ્સામાંથી પૈસા એક જ કામ માટે વારંવાર વપરાય તો તેને ‘વિકાસ’ કહેવો કે ખર્ચનો વેડફાટ?
બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હતો કે નહીં?
પુલ પાંચ વર્ષમાં જ જોખમી બનતાં બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હતો કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. પુલની આટલી ઝડપથી કથળેલી સ્થિતિને જોતા બાંધકામમાં વપરાયેલી સામગ્રી, ગુણવત્તા ચકાસણી, દેખરેખ અને મંજૂરીની પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બની છે.
જોકે, પુલ બનાવનાર કંપની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કંપની Blacklist મૂકવામાં આવી છે અને તેની જમા રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કંપની સામેની આ કાર્યવાહીથી પુલના બાંધકામ અંગેના સવાલો વધુ ગંભીર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર કંપની સામે કાર્યવાહીથી મામલો પૂર્ણ થશે કે પછી બાંધકામની દેખરેખ અને ગુણવત્તા ચકાસણી સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓની પણ જવાબદારી નક્કી થશે?
આ પણ વાંચો:નરોડા ઓવરબ્રિજના કામમાં વિલંબ પર AMCના ચેરમેનના સવાલ, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મુદ્દે માગ્યો જવાબ
આ પણ વાંચો:વડોદરા-આણંદ માટે મોટી રાહત! 22 લોકોના મોત બાદ નવા બ્રિજનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ખુલશે
આ પણ વાંચો: ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ
