Entertainment News: ડોલી સિંહ (Dolly Singh) એક જાણીતી સોશિયલ મીડિયા (Social Media) ઇન્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ (Content Creator, Actress) છે. તાજેતરમાં એણે ઘટસ્ફોટ કર્યો છે કે, એના કેરિયરના શરુઆતના દિવસોમાં, કેવળ 19 વર્ષની ઉંમરે એ કાસ્ટિંગ કાઉચ (Casting Couch)નો ભોગ બની હતી! દિલ્હીમાં બનેલી આ ઘટના એના જીવનનો એક ડરામણો અનુભવ હતો.

ડોલીએ એક જાણીતી એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ સાથે વાતચીત કરતા આ ભયાવહ ઘટના વિશે જણાવતા કહ્યું હતુ કે, “હું જ્યારે દિલ્હીમાં એક્ટિંગ કેરિયર શરુ કરવા મથી રહી હતી ત્યારે એક કાસ્ટિંગ ડિરેક્ટર (Casting Director)ને મળવા ગઇ હતી. શરુમાં તો એણે ફોન પર અજીબ-અજીબ વાતો કરી! પણ જ્યારે તમે નવા-સવા હો ત્યારે જો વાત નહિં કરો તો અન્ય વ્યક્તિને એવું લાગશે કે તમને કામમાં રસ નથી!”
આગળ એણે કહ્યું કે, “એક સ્ત્રી હોવાથી કોઇ પુરુષ તમને ઓફર કરે ત્યારે એ સમજવું કઠિન હોય છે કે એ તમારા ટેલેન્ટ (Talent)ને કારણે ઓફર કરી રહ્યો છે કે પછી કોઇ બીજા કારણસર!” ઓડિશન વિશે એણે ફોનમાં મને એવું કહ્યું કે, “કાલે આ હોટલમાં આવી જજે, હું તને એક પ્રોડ્યુસર સાથે ઓળખાણ કરાવીશ. તે એક મોટી ફાઇવસ્ટાર હોટલમાં મને લઇ ગયો. હું બેઠી હતી અને પ્રોડ્યુસર આવ્યા અને અમારી બાજુમાં બેઠા. હું તો દારુ નથી પીતી પણ એ દારુ પી રહ્યાં હતો અને હું શાંતિથી બેસી રહી.”

‘અચાનક મારા હોઠ પર કિસ કરી ને મારા શર્ટ નીચે હાથ નાખવાનું શરૂ કર્યું’
ડોલીએ ઘટના વર્ણવતા આગળ કહ્યું કે, “પછી જ્યારે અમે પ્રોડ્યુસરની રાહ જોતાં કારમાં બેઠાં હતા ત્યારે એ કાસ્ટિંગ ડિરેક્ટરે ઓચિંતી મારા હોઠ પર કિસ (Kiss) કરી લીધી અને મારા શર્ટ નીચે હાથ નાખવાનું શરુ કર્યુ. હું ખૂબ ડરી ગઈ હતી, મને સમજ નહોતી પડતી કે મારે શું કરવું? હું ફક્ત 19-20 વર્ષની હતી જ્યારે એ માણસ લગભગ 35થી 40 વર્ષનો હતો.”
આગળ એણે કહ્યું કે, “મેં ધક્કો મારીને એને દૂર કર્યો, પણ હું કશું બોલી શકી નહીં. એ સમયે ન તો હું બોલી શકી કે ન તો ત્યાંથી ભાગી શકી, ફક્ત ત્યાં જ બેસી રહી અને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તે મને મેટ્રો સ્ટેશન પર છોડી દે અને મારી સાથે વધુ કંઈ ન થાય. જો કે સદનસીબે, વધારે કંઈ થયું નહીં, પરંતુ જે થયું એ ખૂબ જ અણધાર્યું હતું!”

કન્ટેન્ટ ક્રિએટરથી એક્ટર સુધીની સફર
ડોલીએ પોતાના કેરિયરના આરંભે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ‘રાજુ કી મમ્મી’ અને ‘સાઉથ દિલ્હી ગર્લ’ (Raju ki Mummy, South delhi Girl) જેવી ભૂમિકાઓ ભજવી હતી. બાદમાં તેણે મહેનત અને ધગશથી રિયા કપૂર અને એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી ‘થેન્ક યુ ફોર કમિંગ’ જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ ‘ગોલ્ડન રિંગ્સ એવોર્ડ’ મેળવનારી પહેલી ભારતીય ક્રિએટર
તાજેતરમાં જ ડોલી સિંહે ઇતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા વિશ્વભરના 25 કન્ટેન્ટ ક્રિએટરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે, જેઓ પોતાની આગવી અને સર્જનાત્મક રીતે ડિજિટલ દુનિયાના ટ્રેન્ડ્સ બદલી રહ્યા છે અને કંઈક નવીન કરી રહ્યા છે. ડોલી સિંહ ‘ઇન્સ્ટાગ્રામ’નો ‘ગ્લોબલ રિંગ્સ એવોર્ડ 2025’ (Global Ring Award 2025) મેળવનારી પ્રથમ ભારતીય (Indian) બની ગઈ છે.

ડોલીએ પોતાની ટીમનો આભાર વ્યક્ત કર્યો
વિજેતાઓને, આ સન્માનના ભાગરૂપે તેઓની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ગોલ્ડન રિંગ આઇકન દર્શાવવામાં આવે છે. તેમની ફીડ્સને પણ એક કસ્ટમ કલર થીમ આપવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જ આ વિશિષ્ટ કન્ટેન્ટ ક્રિએટર સર્કલના સભ્ય તરીકે ચિહ્નિત કરતું એક ‘પર્સનલાઇઝ્ડ હાર્ટ આઇકોન’ પણ મળશે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરીને ડોલીએ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ, તેણે તેના મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઇલિસ્ટ અને ક્રિએટિવ કોલબોરેટર્સનો આભાર માન્યો અને તેમને પોતાના ‘બેકબોન’ ગણાવ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરીને ડોલી સિંહે લખ્યું છે કે, ‘વિશ્વભરમાંથી 25 કન્ટેન્ટ ક્રિએટર્સની પસંદગી જ્યુરીએ કરી હતી અને હું પણ ‘એક નસીબદાર વ્યક્તિ’ છું.’
ડોલી સિંહે વધુમાં ઉમેર્યું કે, ‘રિંગ્સ એવોર્ડથી સન્માનિત થવું એ કલ્પનાથી પરે છે કે, હજુ સુધી આ લાગણી સમજાઇ નથી રહી. નિઃશંકપણે, મારી કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ક્ષણોમાંની એક આ ક્ષણ છે.’
આ પણ વાંચો: Entertainment News/અભિનેતા અને ગાયક ઋષભ ટંડનનું હાર્ટઅટેક આવવાથી થયું અવસાન
આ પણ વાંચો: Entertainment News/જાણીતા અભિનેતા અસરાનીનું 84 વર્ષની ઉંમરે નિધન, ઘણા દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
આ પણ વાંચો: Entertainment News/“મહાભારત” ફેમ અભિનેતા પંકજ ધીરનું અવસાન; મિત્ર ફિરોઝે કહ્યું, “મેં એક ખૂબ જ સારો મિત્ર ગુમાવ્યો છે”
