Gujarat Weather Update/ ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ, આજે માવઠાની સંભાવના 

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની (Rain Alert) આગાહી કરવામાં આવી છે. IMD મુજબ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડશે, જેના કારણે ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વધી છે.

Top Stories Gujarat Breaking News
Rain Alert

Gujarat Weather Update:ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદ (Rain Alert) ની આગાહી સામે આવી છે. ભારતીય હવામાન વિભાગે આજે (30 માર્ચ) અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને 30-40 કિમી/કલાકની ઝડપે પવનની આગાહી કરી છે. આનાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વધ્યો છે, કારણ કે ઊભા પાકોને નુકસાનનો ભય છે.

કમોસમી વરસાદની (Rain Alert) શક્યતા

હવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ આજે (30 માર્ચ) લાઇટ ટુ મોડરેટ રેઇન/થંડરશાવર્સ સાથે ગાજવીજની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાબનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ અને બાકીના જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે.આવતીકાલે વરસાદનો (Rain Alert) વ્યાપ વધી શકે છે.નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

હાલમાં રાજ્યમાં ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કંડલા, અમદાવાદ, અમરેલીમાં 36°C આસપાસ તાપમાન નોંધાયું હતું. IMDની આગાહી મુજબ આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3°Cનો ઘટાડો થશે, જેથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.


આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ

આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ