Not Set/ કરજણ/ વલણ ગામની નહેરમાં સફાઇના અભાવે પાણી ન છોડાતા પરેશાન ખેડૂતો

કરજણ નજીક વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્ટી નહેરમાં સફાઇના અભાવે પાણી ન છોડાતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. નહેરમાં સફાઇ કાર્ય કરાવી પાણી છોડવા માંગ ઉઠવા પામી છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે ચોમેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.  તેમજ લગભગ સર્વત્ર લીલા દુષ્કાળ જેવી સ્થિતનું સર્જન થવા પામ્યું હતું. ચોમાસુ […]

Gujarat Others

કરજણ નજીક વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્ટી નહેરમાં સફાઇના અભાવે પાણી ન છોડાતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. નહેરમાં સફાઇ કાર્ય કરાવી પાણી છોડવા માંગ ઉઠવા પામી છે.

ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે ચોમેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.  તેમજ લગભગ સર્વત્ર લીલા દુષ્કાળ જેવી સ્થિતનું સર્જન થવા પામ્યું હતું. ચોમાસુ પૂર્ણ થયા પછી ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી સાથે પોતાના ખેતરોમાં વાવેતર કર્યુ પરંતુ નહેરમાં પાણી ન છોડાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતો દ્વારા ભીતી સેવાઇ રહી છે. વાત કરીએ વલણ ગામની સીમની તો કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થઇ રહેલી માંકણ ડિસ્ટી નહેરમાં સફાઇના અભાવે પાણી ન છોડાતા ખેડૂતો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.

ખેડૂતોએ શિયાળુ પાકનું જે વાવેતર કર્યુ છે તે વાવેતર નહેરમાં પાણી ન છોડાતા સુકાઇ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નહેરમાં પાણી છોડવા બાબતે સંબંધિત અધિકારીઓને વારંવાર રજુઅાતો કરવા છતાં કોઇપણ જાતનું ધ્યાન ન અપાતું હોવાના પણ ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. મીડિયાની ટીમ જ્યારે નહેરની મુલાકાતે હોંચી તો નહેરમાં ઝાડી ઝાંખરા નજરે પડ્યા હતા અને પાણી વગર નહેર સુકી ભઠ્ઠ ભાસી રહી હતી. તો ખેડૂતો દ્વારા સંબંધિતો દ્વારા નહેરની સફાઇ કરાવી નહેરમાં પાણી છોડાય એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.