@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ
વર્ષ 2003 દરમિયાન રાજ્યના ગ્રહમંત્રી હરેન પંડયાની ગોળી મારીને હત્યા કરાઈ હતી. હત્યા કાવતરાપૂર્વક કરાઈ હતી. વર્ષ 2002ના રમખાણોનો બદલો લેવા માટે કેટલાક ઈસમોએ સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો. આ કાવતરામાં સામેલ અને આજીવન કેદની સજા કાપતો કલીમ અહેમદ કરીમીની 70 દિવસની પેરોલ કોર્ટે શરતોને આધીન મંજુર કરી હતી. પેરોલ મંજુર કરાયા બાદ તેનો સમયગાળો પૂર્ણ થયા બાદ આરોપીપોલીસ સમક્ષ હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો. જેથી શહેર પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની કામગીરી ચાલુ કરાઈ હતી. આ દરમિયાન ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે , કલિમ અહેમદ આજે મંગળવારની સાંજે જુહાપુરા વિસ્તારમા આવવાનો છે.
બાતમીના આધારે ગુજરાત એટીએસના અધિકારીઓ જુહાપુરા વિસ્તારમાં વોચ ગોઠવીને ઉભા હતા તેજ સમયે કલીમ અહેમદ ત્યાં આવતા અધિકારીઓએ તેને દબોચી લઈને એટીએસના હેડ કવોટર્સ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેની સામે પેરોલના નિયમોને ભંગ કરીને ફરાર થવાના ગુનામાં પુછપરછ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે , રાજ્યના ગ્રહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં સામેલ આવા ગંભીર પ્રકારના ગુનાનો આરોપી કેવી રીતે ફરાર થયો? કોણે તેની મદદ કરી ? ક્યાં ક્યાં જઈને છુપાયો ? જેવા સવાલોના જવાબ મેળવવા માટે એટીએસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
