Shivalik Ship Mundra Port: ગુજરાત સહિત દેશભરમાં LPG ગેસની અછતને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ગેસનો વિશાળ જથ્થો લઈને ‘શિવાલિક’ નામનું મહાકાય જહાજ કચ્છના મુંદ્રા પોર્ટ પર આવી પહોંચ્યું છે. આ જહાજ ભારતની જળસીમામાં પ્રવેશતાની સાથે જ ગેસના પુરવઠામાં સુધારો થવાની આશા જાગી છે.
Shivalik Ship મુંદ્રા પોર્ટ પહોંચ્યું
ગેસ સંકટને પહોંચી વળવા માટે સરકાર અને તેલ કંપનીઓ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત બે મોટા જહાજો ભારત મોકલવામાં આવ્યા છે. જેમાં 54,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ધરાવતું ‘શિવાલિક’ જહાજ મુંદ્રા પોર્ટ પર આવી ચૂક્યું છે, જ્યારે 38,700 મેટ્રિક ટન ગેસ ભરેલું બીજું જહાજ ‘નંદાદેવી’ પણ ભારતની જળસીમા તરફ આગળ વધી રહ્યું છે અને તે આવતીકાલે ભારત પહોંચશે. આમ, બંને જહાજો દ્વારા કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો ઉપલબ્ધ થવાથી બજારમાં સર્જાયેલી ગેસની ખેંચ દૂર થશે અને પુરવઠો ફરી પૂર્વવત બનશે.
ગ્રાહકો માટે હવે રાહતના દિવસો
વૈશ્વિક તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગેસની અછત સર્જાઈ હતી, પરંતુ આટલા મોટા જથ્થાના આગમનથી હવે સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે.
આ પણ વાંચો: નૌકાદળની સુરક્ષામાં LPG ટેન્કર ગુજરાત નજીક, 22 જહાજો હજુ ફસાયેલા
આ પણ વાંચો:LPGની તંગી વચ્ચે રાહતના સમાચાર: શિવાલિક અને નંદાદેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ
આ પણ વાંચો:ભારત માટે મોટા સમાચાર! શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ પણ સુરક્ષિત, 46,000 ટન LPG ભારત આવશે
