Dwarka News : દ્વારકા SOGએ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓ બનાવટી બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડો રૂપિયાનું કોભાંડ કર્યું હતું.આરોપીઓ બોગસ બિલથી જુની બોટોનું રજીસ્ટ્રેશન કરાવતા હતા. રેહમત નફશીંગ કન્સલટીંગ નામની ઓફિસ ધરાવતો શાફીન સબ્બરભાઈ ભટ્ટી તથા રામદૂત ઝેરોક્ષ નામની ઓફિસ ધરાવતો સુનનલ મનસુખભાઇ નનમાવત નામના બે મુખ્ય આરોપી સહિત 11 લોકોની અટકાયત હાલમાં કરવામાં આવી છે.
બંને આરોપીઓ અલગ અલગ માછીમારી બોટ માલિકો સાથે મળીને જૂની માછીમારી બોટ અથવા બિલ વગર ખરીદાયેલી માછીમારીની બોટના તથા એન્જિન ખરીદીના બનાવટી બિલો બનાવી અને ખોટા સોંગદનામા ઉભા કરીને ગેરકાયદેસર જૂની માછીમારી બોટના નવા કોલ, લાઈસન્સ કાઢી આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતા હતા, જેમને દ્વારકા SOGની ટીમે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ ભેગા મળીને આશરે 3 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે અને તેને લઈને 93 લોકો સામે ગુનો નોંધાયો છે.
હાલમાં દ્વારકા SOGએ 2 એજન્ટ તેમજ 9 માછીમારો મળીને કૂલ 11 લોકોની અટકાયત કરી છે. આ સમગ્ર મામલે ઓખા મરીન પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.બીજી તરફ થોડા દિવસ પહેલા જ જામનગરમાં મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. શ્રમિક મહિલાઓના વેતનમાં ગોટાળાના આક્ષેપ કરાયો છે. રૂપિયા 280ના બદલે માત્ર રૂપિયા 40 ચૂકવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મનરેગા યોજનામાં 200થી વધુ શ્રમિકો કામ કરે છે, ધુતારપુર ગામના શ્રમિકોની તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે. શ્રમિક મહિલાઓને પૂરતું વળતર ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
