Not Set/ OSCAR AWARD : ગ્રીન બુકને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ,વાંચો ઓસ્કાર એવોર્ડ વિનરનું સંપુર્ણ લીસ્ટ

લોસ એન્જલસ, અમેરિકાનાં લોસ એન્જલસનાં ડોલ્બી થિએટરમાં 91મો ઓસ્કાર એવોર્ડ યોજવામાં આવ્યો હતો જેમાં આ વખતે કોઇ હોસ્ટ ન હતું. અમેરિકન સમય પ્રમાણે મોડી સાંજે અને ભારતીય સમય પ્રમાણે સોમવારે વહેલી સવારે આ એવોર્ડ શોનું આયોજન થયું. જેમાં ભારતીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પીરીયડ.એન્ડ ઓફ સેન્ટન્સને ‘બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ’ થી સન્માનિત કરવામાં આવી હતી.૨૫ વર્ષીય […]

Uncategorized

લોસ એન્જલસ,

અમેરિકાનાં લોસ એન્જલસનાં ડોલ્બી થિએટરમાં 91મો ઓસ્કાર એવોર્ડ યોજવામાં આવ્યો હતો જેમાં આ વખતે કોઇ હોસ્ટ ન હતું. અમેરિકન સમય પ્રમાણે મોડી સાંજે અને ભારતીય સમય પ્રમાણે સોમવારે વહેલી સવારે આ એવોર્ડ શોનું આયોજન થયું. જેમાં ભારતીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પીરીયડ.એન્ડ ઓફ સેન્ટન્સને ‘બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ’ થી સન્માનિત કરવામાં આવી હતી.૨૫ વર્ષીય ઇરાની-અમેરિકન વિદ્યાર્થીની રાયકા ઝેહતાબ્ચીએ આ ફિલ્મ બનાવી હતી. જેને ભારતીય પ્રોડ્યુસર ગુનીત મોન્ગાએ કો-પ્રોડ્યુસ કરી છે.

આ ઉપરાંત પાંચ કેટેગરીમાં નોમિનેટ થયેલી બાયોગ્રાફિકલ કોમેડી ડ્રામા ફિલ્મ ‘ગ્રીન બુક’ ૩ ઓસ્કર અવોડ્‌ર્સ જીતી ગઈ હતી. ‘ગ્રીન બુક’ને બેસ્ટ ફિલ્મનાં એવોર્ડ ઉપરાંત બેસ્ટ સપો‹ટગ એક્ટર મહેરશાલા અલી અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એમ ત્રણ ઓસ્કર મળ્યા છે.

જ્યારે બ્રિટિશ રોક બેન્ડ ‘ક્વીન’ અને તેના લીડ સિંગર ફ્રેડી મક્્ર્યુરીની લાઈફ પર બનેલી બાયોગ્રાફિકલ મ્યુઝિકલ ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી’ પણ પાંચ કેટેગરીમાં નોમિનેટ થઇ હતી. જેમાંથી જેમાંથી તે સૌથી વધુ ચાર કેટેગરીમાં વર્ષ ૨૦૧૯નાં ઓસ્કર અવોર્ડ જીતી છે.

‘બોહેમિયન રાપ્સોડી’ને બેસ્ટ એક્ટર (રામી મલેક), બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ એડિટિંગ અને બેસ્ટ સાઉન્ડ મિક્સીંગનો ઓસ્કર પ્રાપ્ત થયો હતો.

91મા ઓસ્કર અવોડ્‌ર્સ વિનરની લિસ્ટ

બેસ્ટ ફિલ્મઃ ગ્રીન બુક

બેસ્ટ ડિરેક્ટરઃ આલ્ફાન્સો ક્વારોં (રોમા)

બેસ્ટ એક્ટરઃ રામી મલેક (બોહેમિયન રાપ્સોડી)

બેસ્ટ એક્ટ્રેસઃ ઓલિવિયા કોલમેન (ધ ફેવરિટ)

બેસ્ટ સપો‹ટગ એક્ટરઃ મહેરશાલા અલી (ગ્રીન બુક)

બેસ્ટ સપો‹ટગ એક્ટ્રેસઃ રેજિના કિંગ (ઈફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ ગ્રીન બુક

બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ બ્લેક પેન્થર

બેસ્ટ ઓરિજિનલ સોંગઃ ‘શેલો’ (અ સ્ટાર ઈઝ બોર્ન)

બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ બ્લેકક્લાન્સમેન

બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મઃ રોમા (મેક્સિકો)

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મઃ સ્પાઈડર-મેનઃ ઈન્ટુ ધ સ્પાઈડર-વર્સ

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટઃ પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરઃ ફ્રી સોલો

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટઃ સ્કિન

બેસ્ટ એનિમેટેડ શોર્ટઃ બાઓ

બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ આલ્ફોન્સો ક્વારોં (રોમા)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ બ્લેક પેન્થર

બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ બ્લેક પેન્થર

બેસ્ટ હેર એન્ડ મેકઅપઃ વાઈસ

બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી

બેસ્ટ સાઉન્ડ મિક્સીંગ: બોહેમિયન રાપ્સોડી

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્‌સઃ ફર્સ્ટ મેન

બેસ્ટ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી