Not Set/ એક બ્રાન્ડે ટાઈગ શ્રોફ અને દિશા પટનીને 5 કરોડના કમ્બાઈન કરાર માટે સાઈન કર્યા…

મુંબઈ બોલિવૂડ એક્ટર ટાઈગ શ્રોફ અને તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પાટનીને “બાગી-2″ની સફળતાએ નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. આ ફિલ્મ હિટ નીવડ્યા બાદ પ્રથમ વખત એન્ડોર્સમેન્ટનો એક મોટો કોન્ટ્રાક્ટ તેમના હાથે લાગ્યો હોવાની માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે, ખાદ્ય તેલની એક બ્રાન્ડે આ બન્ને કલાકારને પાંચ કરોડના કમ્બાઈન કરાર માટે સાઈન કર્યા છે. […]

Uncategorized

મુંબઈ

બોલિવૂડ એક્ટર ટાઈગ શ્રોફ અને તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પાટનીને “બાગી-2″ની સફળતાએ નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. આ ફિલ્મ હિટ નીવડ્યા બાદ પ્રથમ વખત એન્ડોર્સમેન્ટનો એક મોટો કોન્ટ્રાક્ટ તેમના હાથે લાગ્યો હોવાની માહિતી સામે આવી છે.

આપને જણાવી દઈએ કે, ખાદ્ય તેલની એક બ્રાન્ડે આ બન્ને કલાકારને પાંચ કરોડના કમ્બાઈન કરાર માટે સાઈન કર્યા છે. “બાગી-2” ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી, જેની અસર હવે આ કલાકારોના કરિયર પર પણ જોવા મળી રહી છે.

ટાઈગર અને દિશાને એક ખાદ્ય તેલે પોતાની બ્રાન્ડ માટે 5 કરોડ માટે સાઈન કર્યા છે. જણાવી એ કે, આ બન્ને કલાકારની એકસાથે પ્રથમ એડ ફિલ્મ હશે. બ્રાન્ડના પ્રવક્તાએ બન્નેનો સંપર્ક સાધ્યો હતો અને ડીલ આખરે 5 કરોડમાં નક્કી થઈ હતી. જો કે હજી સુધી આ કરાર પર ઔપચારીક રીતે સહી કરવામાં આવી નથી.