National News/ દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ આંધીનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવનની આગાહી

IMD એ દેશના 19 રાજ્યોમાં Heavy Rain અને 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં એલર્ટ અપાયું છે.

NATIONAL Top Stories India
Heavy Rain

IMD Weather Forecast Update: દેશમાં ચોમાસાની અસર હજુ યથાવત છે અને અનેક રાજ્યોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ભારત હવામાન વિભાગ એટલે કે IMDએ 13 સપ્ટેમ્બર માટે દેશના 19 રાજ્યોમાં વરસાદ અને ખરાબ હવામાનને લઈને ચેતવણી જાહેર કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે આંધી અને તેજ પવનની શક્યતા છે. પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

આ 19 રાજ્યોમાં વરસાદની આગાહી

IMDની આગાહી મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ગુજરાત અને કેરળમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain) સાથે વીજળી અને તેજ પવનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

દિલ્હીથી યુપી સુધી આંધી-વરસાદ

દિલ્હીમાં આજે 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને વરસાદ(Heavy Rain) પણ પડી શકે છે. ઉત્તર પ્રદેશના અલીગઢ, આગ્રા, મેરઠ, મથુરા, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, પ્રયાગરાજ, કાનપુર અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અહીં પવનની ઝડપ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. બિહારના અનેક જિલ્લાઓમાં પણ તોફાની વરસાદનું એલર્ટ છે. અરરિયા, ગયા, ગોપાલગંજ, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, ભાગલપુર અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ એલર્ટ

મધ્ય પ્રદેશના બૈતૂલ, બાલાઘાટ, સિવની, દમોહ, દેવાસ, વિદિશા, ઝાબુઆ અને રતલામ સહિતના વિસ્તારોમાં વરસાદની(Heavy Rain) શક્યતા છે. અહીં પવનની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા, અલવર, ભરતપુર અને જેસલમેર સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદ અને આંધીની આગાહી છે.

પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી વધી શકે છે. હિમાચલના કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ આંધી સાથે ભારે વરસાદની(Heavy Rain) શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ હોવાથી લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે. તેજ પવન અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ભારે પવન દરમિયાન ઝાડ નીચે ન ઊભા રહેવા અને નબળા બાંધકામથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:11 સપ્ટેમ્બરે 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 કિમીની ઝડપે પવનની આગાહી

આ પણ વાંચો:El Ninoનો કહેર! ક્યાંક સૂકાની માર તો ક્યાંક અતિશય વરસાદ, ચોમાસાની વિચિત્ર સ્થિતિ

આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે