Entertainment News/ ભયાનક અકસ્માતે ચહેરો બગાડ્યો, કેન્સર સામે જંગ લડી; જાણી લો ‘પરદેશ’ ગર્લનો દર્દનાક પ્રવાસ

બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhry) ની દર્દનાક જિંદગી: 1999 ના કાર અકસ્માતમાં ચહેરામાંથી નીકળ્યા 67 કાચના ટુકડા, બ્રેસ્ટ કેન્સર સામે જીતેલી જંગ અને ફિલ્મોમાં વાપસીની સંપૂર્ણ કહાની.

Entertainment
Mahima Chaudhry ordeal superhit heroine

Entertainment News : 90 ના દાયકાના અંતમાં ફિલ્મ ‘પરદેશ’થી રાતોરાત દરેકના દિલ પર રાજ કરનારી અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhry)ની વ્યાવસાયિક અને અંગત જિંદગી ભારે વિષમતાઓથી ભરેલી રહી છે. મિસ દાર્જિલિંગ (Darjeeling)નો તાજ જીતવાથી લઈને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર સાથે બોલિવૂડમાં ધમાકેદાર પ્રવેશ કરવા છતાં, એક અકસ્માતે તેમની સફળ કારકિર્દી પર ગ્રહણ લગાડી દીધું હતું. કેન્સર સામે વિજય અને છૂટાછેડાના વિયોગ છતાં તેમણે હિંમતપૂર્વક વાપસી કરી છે.

Mahima Chaudhry  : ડેબ્યૂ, મોડેલિંગ અને સુભાષ ઘઈની ‘પરદેશ’

મહિમા ચૌધરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1973 ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો.16-17 વર્ષની ઉંમરે મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરનાર મહિમાએ 1995માં આમિર ખાન અને ઐશ્વર્યા રાય સાથે પેપ્સીની જાહેરાત કરી હતી.મિસ દાર્જિલિંગ બન્યા બાદ ૩,૦૦૦ જેટલી દાવેદારોને પાછળ છોડીને સુભાષ ઘઈની સુપરહિટ ફિલ્મ ‘પરદેશ’ માટે તેમની પસંદગી થઈ હતી. આ પેહલી જ ફિલ્મે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા હતા.

કાળમુખો અકસ્માત અને ચહેરામાંથી નીકળ્યા કાચના 67 ટુકડા

1999 માં અજય દેવગન (Ajay Devgn)ની ફિલ્મ ‘દિલ ક્યા કરે’ના શૂટિંગ દરમિયાન મહિમા સાથે એક અત્યંત ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો.શૂટિંગના અંતિમ દિવસે સેટ પર જતી વખતે સામેથી આવતી ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં વિન્ડશિલ્ડના કાચ વાગવાથી ચહેરો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. ડોક્ટરોએ સર્જરી કરીને ચહેરામાંથી કાચના 67 ટુકડા બહાર કાઢ્યા હતા અને તેમને ચહેરો ન જોવાની સલાહ આપી હતી..આ માનસિક અને શારીરિક આઘાતમાંથી બહાર આવીને તેમણે ‘દાગ: ધ ફાયર’, ‘ધડકન’, ‘કુરુક્ષેત્ર’, ‘દિલ હૈ તુમ્હારા’, ‘લજ્જા’, ‘ખિલાડી 420’ અને ‘બાગબાન’ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય આપ્યો.

લગ્ન, છૂટાછેડા અને કેન્સર સામે અજોડ લડાઈ

મહિમાની અંગત જિંદગી પણ ભારે સંઘર્ષમય (Full of struggle)રહી છે.2006 માં તેમણે બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને ‘અરિયાના’ નામની દીકરી છે. કૌટુંબિક મતભેદોને કારણે 2013માં બંનેએ સત્તાવાર છૂટાછેડા લીધા હતા અને ત્યારથી તેઓ સિંગલ મધર તરીકે રહે છે.

2022 માં તેમને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. મુંબઈમાં યોગ્ય સારવાર અને અનુપમ ખેર જેવા સહ કલાકારોના માનસિક સપોર્ટથી તેમણે આ ગંભીર બીમારીને પણ મ્હાત આપી હતી.તાજેતરમાં જ તેઓ ડિસેમ્બર 2025 માં થિયેટરમાં રિલીઝ થયેલી સિદ્ધાંત રાજ સિંહ દિગ્દર્શિત ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’માં સંજય મિશ્રા સાથે જોવા મળ્યા હતા, જે હાલ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.


આ પણ વાંચો :અક્ષય-સૈફની ટક્કરે વધાર્યો રોમાંચ, દર્શકોએ કરી જોરદાર પ્રશંસા

આ પણ વાંચો :YouTube પર ‘તારક મહેતા…’ ના જૂના ગોલીનો ધમાકો: કુશ શાહે ડિજિટલ વર્લ્ડમાં કરી વાપસી

આ પણ વાંચો :‘હનુમાન અંશ’ ના બોક્સ ઓફિસ સક્સેસ બાદ UP સરકારનો મોટો નિર્ણય