Gujarat Weather/ Gujarat Rain Live 11 July: દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો

રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે……..

Gujarat Gandhinagar Ahmedabad Rajkot Surat Vadodara Breaking News
Image 2024 07 11T090319.859 Gujarat Rain Live 11 July: દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો

હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની નવી આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી સિઝનનો 25 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સુરત શહેર તેમજ કામરેજ અને રાજકોટના ઉપલેટામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

આજે ગુજરાતના અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Gujarat Weather Live Update:

અમદાવાદ ગ્રામ્યમાં ઘોધમાર વરસાદ

અમદાવાદ ગ્રામ્યમાં ઘોધમાર વરસાદ વરસતા ગરમી માંથી લોકોને રાહત મળી હતી.માહિતી અનુસાર બગોદરામાં તેમજ બગોદરા પાસેના ગ્રામ્ય વિસ્તારમાં  પણ  વરસાદ વરસ્યો હતો.
બોટાદમાં વરસાદ 

બોટાદના ગઢડા તાલુકામાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે તાલુકાના ઢસા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત ઢસા ગામના સ્ટેશન રોડ,ગઢડા રોડ તેમજ સમકાઠા વિસ્તાર સહિતના અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.

આગામી સાત દિવસ વરસાદની નવી આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને વરસાદની નવી આગાહી કરી છે. હાલ અંબાલાલ પટેલે ગુજરાતના  કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ આજે  વરસાદ થવાની  શકયતા છે. આ સિવાય ગુજરાતના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી સકે છે. રાજ્યના દક્ષિણ ભાગથી કેરળ સુધી એક ઓફસોર ટ્રફ સર્જાયો છે, જેને કારણે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી શકે છે.

પાટણમાં સામાન્ય વરસાદ બન્યો આફત

પાટણના હારીજ પંથકમાં સામાન્ય વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા છે. મામલતદાર કચેરી, મુખ્યબજારમાં પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. રસ્તામાં ખાડા જોવા મળ્યા છે.

અમરેલીમાં મેઘો ખાબક્યો

અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો દીવાન સરાકડીયા નાનુડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં આ 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
સુરત કામરેજ 81
રાજકોટ ઉપલેટા 57
સુરત સુરત શહેર 46
નવસારી જલાલપોર 35
નવસારી નવસારી 27
વલસાડ વાપી 22
સુરત ચોરાસી 15
ભરૂચ ઝગડિયા 14
વલસાડ ઉમ્બરગાંવ 14
રાજકોટ ધોરાજી 10

સુરતમાં ભારે વરસાદ

સુરતમાં ભારે વરસાદને કારણે ડભોલીના હરીદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને આવનજાવન માટે તકલીફ પડી રહી છે.

આજે આ 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
સુરત કામરેજ 81
રાજકોટ ઉપલેટા 57
સુરત સુરત શહેર 46
નવસારી જલાલપોર 35
નવસારી નવસારી 27
વલસાડ વાપી 22
સુરત ચોરાસી 15
ભરૂચ ઝગડિયા 14
વલસાડ ઉમ્બરગાંવ 14
રાજકોટ ધોરાજી 10

રાજકોટમાં વરસાદી વાતાવરણ

રાજકોટમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજકોટમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કેટલાય સ્થળોએ ધીમી ધારે વરસાદ
યાજ્ઞિક રોડ, કાલાવડ રોડમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો છે. યુનિવર્સીટી રોડ, રેસ કોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

ગુજરાત રાજ્યમાં આ સિઝનનો 25.46 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 35.44 ટકા વરસાદ, કચ્છમાં  34.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 17.78 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 16.39 ટકા કુલ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતમાં 19 MM, અંકલેશ્વર અને હાંસોટમાં 9-9 MM તેમજ કામરેજમાં 8 MM વરસાદ સહિત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે.

સુરતમાં વહેલી સવારથી વરસાદ

સુરત જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પલસાણા, કડોદરા, ચલથાણ, કરણ ગામોમાં વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. અમરોલી, છાપરાભાઠા, વરીયાવ, જહાંગીરપુરા વિસ્તારમાં વરસાદને પગલે રોડ પાણીમાં દેખાયા છે.

ભરૂચમાં વરસાદ

ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ વરસાદી જીલ્લામાં માહોલ જોવા મળ્યો છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ…

આ પણ વાંચો: દ્વારકામાં એક જ પરિવારના ચાર જણાના સામુહિક આપઘાતથી ચકચાર

આ પણ વાંચો: વર્ષો પહેલા સિધ્ધપુરની હાલની જામા મસ્જિદની જગ્યા પર ‘રૂદ્દ મહાલય ‘ નામનું હિન્દુ મંદિર હતું