સુરત.
સુરતમાં નેશનલ હાઇવે 8 પર આજ રવિવારનાં રોજ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પીપોદરા નજીક ઓવરબ્રિજની કામગીરીને મામલે લોકો દ્વારા નેશનલ હાઇવે ચક્કાજામ કરાયો હતો. ઓવરબ્રિજની કામગીરીને પગલે લોકોને હાલાકી પડી રહી છે. 2 વર્ષથી મંથર ગતિએ કામગીરી કરાતા લોકોમાં રોષે ભરાયા હતા સાથે જ પીપોદરા સહિત આસપાસના ગામજનોએ પણ ચક્કાજામ કર્યો હતા. સમગ્ર મામલાની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોના આક્રોશને અંકુશમાં કરવાની કામગીરી હાથ ધરી હતી.
બ્રિજની કામગીરીના પગલે ટ્રાફિક જામની સમસ્યા સાથે સર્વિસ રોડ પર મસમોટા ખાડાઓ પડતા અવારનવાર અકસ્માત સર્જાય છે. જેના કારણે આશાસ્પદ યુવાનોના મોત પણ થયા છે. ખાસ કરીને ખરાબ રોડ અને ટ્રાફિકજામના કારણે સ્થાનિકો અકળાઈ ઉઠયા છે. સ્થાનિકો દ્વારા અવાર-નવાર નેશનલ હાઈવે ઓથોરીટીને ફરિયાદ કરવા છતાં માત્ર આશ્વાસન આપતા અંતે સ્થાનિકો અકળાઈ ઉઠ્યા હતા અને નેશનલ હાઇવે 8 પર મોટી સંખ્યામાં સ્થાનિકો ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો.
સુરત જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ૮ પર પીપોદરા ગામ નજીક બે વર્ષથી ચાલી રહેલા બ્રિજની કામગીરીના પગલે ટ્રાફિકજામની સમસ્યા સાથે સર્વિસ રોડ પર મસમોટા ખાડાઓ પડતા અવારનવાર અકસ્માત સર્જાઈ છે. જેના કારણે આશાસ્પદ યુવાનોના મોત પણ થયા છે. ખાસ કરીને ખરાબ રોડ અને ટ્રાફિકજામના કારણે સ્થાનિકો અકળાઈ ઉઠયા છે. સ્થાનિકો દ્વારા અવાર-નવાર નેશનલ હાઈવે ઓથોરીટીને ફરિયાદ કરવા છતાં આજદિન સુધી માત્ર આશ્વાસન આપતા અંતે સ્થાનિકો અકળાઈ ઉઠ્યા છે, ત્યારે આજે નેશનલ હાઈવે આઠને અડીને આવેલા પીપોદરા ગામ નજીક અમદાવાદ મુંબઈ અને મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર મોટી સંખ્યામાં સ્થાનિકો ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો.
એક કલાકથી ટ્રાફિકજામ થતા કોસંબા પોલીસ ઘટનાસ્થળે આવી સ્થાનિકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. જો કે કોસંબા પિ.એસ.આઈ એ હાઈવે ઈજનેર જેનિત ચાવડાએ પણ સર્વિસ રોડ બનાવી આપવાની ખાતરી આપતા હાલતો મામલો થાળે પડ્યો છે.
