Not Set/ અમદાવાદ/ AMCના ડોક્ટર અને સફાઈકર્મી સહીત 70 ફ્રંટલાઈન વોરિયર્સ કોરોનાગ્રસ્ત

કોરોના વાયરસે અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. સામાન્ય જનતાથી શરૂ થયેલોકોરોના નો  ચેપ હવે કોરોના વોરીયાર્સમાં પણ જોવા મળી રહ્યો  છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 70 કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે જ મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ અમદાવાદ શહેરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.   આજે જાણવા મળ્યાનુસાર કોરોના વાયરસની લડાઈમાં જેને ફ્રંટ લાઈન વોરિયર્સ […]

Ahmedabad Gujarat

કોરોના વાયરસે અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. સામાન્ય જનતાથી શરૂ થયેલોકોરોના નો  ચેપ હવે કોરોના વોરીયાર્સમાં પણ જોવા મળી રહ્યો  છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 70 કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે જ મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ અમદાવાદ શહેરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

 આજે જાણવા મળ્યાનુસાર કોરોના વાયરસની લડાઈમાં જેને ફ્રંટ લાઈન વોરિયર્સ ગણવામાં આવે છે તેવા 70 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ 70 કર્મીઓમાં 18 ડોક્ટર, 10 પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારી સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

 આ અગાઉ પોલીસના 66 જેટલા કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા અને હવે આ 70 કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવતાં કુલ 136 જેટલા સરકારી કર્મચારીઓ કોરોનાનો ભોગ ફરજ દરમિયાન બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.