પંચમહાલ જીલ્લામાં ગોધરા તાલુકાની SRP ગ્રુપ 5-A કંપનીના 17 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના લીધે તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.. આ પહેલા SRP ગ્રુપની A કંપનીના કુલ 22 જવાનોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 17 જવાનોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.. મળતી માહિતી મુજબ, આ તમામ જવાનો અમદાવાદ વિસ્તારમાં કોવિડ 19ના બંદોબસ્તમાં ગયેલા હતા અને ત્યાં આ જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તમામ જવાનોને હાલ સારવાર માટે ખસેડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
