Ahmedabad/ અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા

અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા બાદ અન્ય વેપારીઓમાં પણ ગભરાટ ફેલાવ્યો છે. આઇટી અધિકારીઓ હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
  • કરોડોના બેનામી વ્યવહારો પકડાવાની પ્રબળ શક્યતા
  • રાયપુરની 2, શિવરંજની અને SG હાઈવે બ્રાન્ચમાં દરોડા
  • ભારતમાં ફટાકડાના સૌથી મોટા હોલસેલર્સને ત્યાં રેડ

Ahmedabad News: અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં પર ITના દરોડા  પડ્યા છે. જેમાં મોડી રાતથી ITનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાયપુરની 2, શિવરંજની અને એસજી હાઈવેની શાખાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં બેનામી ટ્રાન્ઝેક્શન ઝડપાયાની આશંકા છે.અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા બાદ અન્ય વેપારીઓમાં પણ ગભરાટ ફેલાવ્યો છે. આઇટી અધિકારીઓ હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

અંબિકા ફટાકડા સ્ટોરએ ભારતના સૌથી મોટા ક્રેકરના જથ્થાબંધ વેપારીઓમાંનું એક છે.આપને જાણીને નવાઈ લાગશે કે આશિષ ખઝાંચી વ્યવસાયે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ ફટાકડા ઉદ્યોગમાં તેમણે જે કામ કર્યું છે તે અદ્ભુત છે જેણે દેશના ફટાકડા ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી છે.

અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં અંબિકા ફટાકડા સ્ટોરની રાયપુરમાં બે શાખા છે. આ ઉપરાંત શિવરંજની ચાર રસ્તા, એસજી હાઇવે સહિત કુલ ચાર સ્થળો પર આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ થયા હતા.



આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો

આ પણ વાંચો:બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો

આ પણ વાંચો:આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી