Gujarat/ બનાસકાંઠા: યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, પાટણની યુવતી સાથે કર્યા હતા પ્રેમલગ્ન

બનાસકાંઠાના એક યુવકનું પ્રેમલગ્ન સંબંધમાં અપહરણ કરવામાં આવ્યું છે. યુવકનું ગવાડી વિસ્તારમાંથી અપહરણ થયું છે. આ યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

Top Stories Gujarat Others

બનાસકાંઠાના એક યુવકનું પ્રેમલગ્ન સંબંધમાં અપહરણ કરવામાં આવ્યું છે. યુવકનું ગવાડી વિસ્તારમાંથી અપહરણ થયું છે. આ યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બનાસકાંઠાના યુવાન અને પાટણની યુવતીના પ્રેમલગ્નને લઈને તેમના પરિવારજનો નારાજ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ બનાસકાંઠાના યુવકનું પાટણની યુવતીના ભાઈઓ દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું છે. યુવતીના ભાઈઓએ જબરજસ્તીપૂર્વક યુવકને રીક્ષામાં બેસાડ્યો અને ક્યાંક અજાણી જગ્યાએ લઈ ગયા હતા.

યુવતીના ભાઈ અરબાઝખાન અને તેના સાગરિતો યુવકને રીક્ષા બેસી ઉઠાડી જતા સૂમસામ જગ્યાએ લઈ જઈ તેને ઢોર માર માર્યો. અપહરણકર્તાઓએ યુવકને ઢોર માર મારતા ઇન્જેકશન પણ આપી બેભાન કરી દીધો. યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અપહરણની ઘટના વીડિયોમાં કેદ થઈ છે. આ વીડિયોના આધારે ડિસા પોલીસે અપહરણકર્તાઓ યુવતીના ભાઈ અરબાઝખાન ઉર્ફે રાજીયો પઠાણ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત