Gujarat Weather/ હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ…

હવામાન વિભાગે સાત દિવસ માટે વરસાદની નવી આગાહી કરી છે. મેઘરાજા ગુજરાતને ફરીથી ધમરોળશે. ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ……

Top Stories Gujarat Breaking News
Image 2024 07 11T074759.120 હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ...

Gujarat Weather News: હવામાન વિભાગે સાત દિવસ માટે વરસાદની નવી આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત રાજ્યમાં મેઘ જમાવટનું જોર આગામી દિવસોમાં વધશે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે મધ્યગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે. મેઘરાજા ગુજરાતને ફરીથી ધમરોળશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે-સાથે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ નવસારી, વલસાડ અન તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેની સાથે દીવ-દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે-સાથે ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે તેવી આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે તેમા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા