Not Set/ બેંક એકાઉન્ટ સીલ હોવાથી નહી ચૂકવી શકુ પગાર : મેહુલ ચોકસીનો કર્મચારીઓને પત્ર

દિલ્લી, પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી મેહુલ ચોકસીનો એક લેટર સામે આવ્યો છે. શનિવારે બહાર આવેલા આ લેટરમાં મેહુલ ચોકસી તેમના કર્મચારીઓને જણાવે છે કે, “મારા નસીબમાં જે લખ્યું છે તે જ થશે. મને ખબર છે કે મેં કઈ પણ ખોટું કર્યું નથી, અંતમાં સત્યની જ જીત થશે”. મેહુલ ચોક્સીનો […]

Top Stories

દિલ્લી,

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી મેહુલ ચોકસીનો એક લેટર સામે આવ્યો છે. શનિવારે બહાર આવેલા આ લેટરમાં મેહુલ ચોકસી તેમના કર્મચારીઓને જણાવે છે કે, “મારા નસીબમાં જે લખ્યું છે તે જ થશે. મને ખબર છે કે મેં કઈ પણ ખોટું કર્યું નથી, અંતમાં સત્યની જ જીત થશે”. મેહુલ ચોક્સીનો આ પત્ર તેમના વકીલે જાહેર કર્યો છે.

આ ઉપરાંત ચોક્સીએ સરકારી એજન્સીઓ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, “સરકારની તપાસ એજન્સીઓ તેઓના કામને પ્રભાવિત કરી રહી છે. જે પ્રમાણે સરકારની અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે તેના દ્વારા હું પરેશાન થઇ રહ્યો છું. આ કારણે તમામ કામ રોકી દેવામાં આવ્યા છે”. નોધનીય છે કે, આ પહેલા નીરવ મોદીએ પણ આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓનું નામ સાર્વજનિક કરીને નુકશાન કર્યું છે અને વ્યાજની વસૂલી કરવાની સંભાવનાઓ ઓછી થઇ ગઈ છે.

ચોક્સીએ પોતાના કર્મચારીઓને વધુમાં જણાવતા કહ્યું, ઇન્વેસ્ટીગેશન એજન્સીઓ દ્વારા તેઓના બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટી જપ્ત કાર્ય બાદ તેઓ પોતાના ૩૫૦૦ કર્મચારીઓને બાકીની રકમ ચુકવવા માટે લાચાર છે. જે રીતે ઘણી તપાસ એજન્સીઓ અને સરકારી એજન્સીઓએ પાયમાલ શરૂ કરવાનું શરૂ કરી દીધું છે. તેનાથી હું ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું.

pnb સ્કેમના મુખ્ય આરોપીએ સ્પષ્ટતા કરી હતી કે, જે કર્મચારીઓને સંસ્થા દ્વારા લેપટોપ, મોબાઈલ આપવામાં આવ્યા છે તે બાકીની રકમ ચુકવવામાં ન આવે ત્યાં સુધી તે પોતાના સાથે રાખી શકે છે. તેમજ જરૂર પડ્યે તેઓ રીલીવીંગ લેટર અને અનુભવના પ્રમાણપત્ર જાહેર કરી શકે છે.

બીજી બાજુ ચોકસીએ પણ પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડીનો ખોટો આરોપ લગાવતા કર્મચારીઓને ખાતરી આપી હતી કે, જયારે ન્યાય આપવામાં આવશે ત્યારે તેઓની બાકી રકમ આપવામાં આવશે અને આ પરિસ્થિતિ સામાન્ય સ્તિથીમાં આવશે.

ચોક્સીએ પોતાના પરિવારની સુરક્ષાના ભય અંગે જણાવ્યું, તપાસ એજન્સીઓ, મીડિયા અને રાજકીય નિવેદનોના કારણે પોતાના અને પરિવાર માટે સલામતીનો ભય વ્યક્ત કરી રહ્યા છે. તેમજ કર્મચારીઓના મનમાં જ ડરનો માહોલ ઉભો કરવા માટે આ તપાસ કરવામાં આવી રહી છે.

મેહુલ ચોક્સીનો આ પત્ર ત્યારે બહાર આવ્યો છે, જયારે ED દ્વારા જવેલરી કિંગ અને તેઓના ભત્રીજા નીરવ મોદી સાથે સંકળાયેલી ૧૪૪ શંકાસ્પદ કંપનીઓ સામે તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે, દેશની ટોચની બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ગોટાળામાં નીરવ મોદી અને મેહુલ ચોકસી પર નિયમોને તાક પર મુકીને આ સ્કેમ કરવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરાઈ છે.