Not Set/ pnb સ્કેમ : નીરવ મોદીની તપાસ માટે લેવામાં ઇન્ટરપોલની મદદ, દુનિયાભરના એરપોર્ટ પર એલર્ટ

દિલ્લી, દેશની ટોચની બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ  કોઈ અતોપતો હાથ જડ્યો નથી. ત્યારે રવિવારે પણ ED તેમજ અન્ય તપાસ એજન્સીઓ દ્વારા નીરવ મોદી […]

India
PNB Scam Nirav Modi Reuters Facebook e1518683385965 1 pnb સ્કેમ : નીરવ મોદીની તપાસ માટે લેવામાં ઇન્ટરપોલની મદદ, દુનિયાભરના એરપોર્ટ પર એલર્ટ

દિલ્લી,

દેશની ટોચની બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ  કોઈ અતોપતો હાથ જડ્યો નથી. ત્યારે રવિવારે પણ ED તેમજ અન્ય તપાસ એજન્સીઓ દ્વારા નીરવ મોદી સાથે જોડાયેલા કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ સીબીઆઈ દ્વારા નીરવ મોદી વિરુધ ઇન્ટરપોલ નોટીસ આપવામાં આવી છે અને દુનિયાભરના એરપોર્ટ પર આ નોટીસ મોકલી આપવામાં આવી છે.

રવિવારે ED દ્વારા પીએનબી સ્કેમ સાથે જોડાયેલા  ૧૫ શહેરોમાં કુલ ૪૫ જગ્યાઓએ છાપેમારી કરવામાં આવી હતી. ED દ્વાર રાજધાની દિલ્લીના સાકેત મોલ, વસંત કુંજ અને રોહિણી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. તેમજ આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત ૩ લોકો સામે તપાસ એજન્સી ઓ દ્વાર સમન મોકવામાં આવ્યું છે.

બીજી બાજુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે. દુનિયા ભરના તમામ એરપોર્ટ પર નોટીસ આપવામાં આવી છે જેથી જયારે પણ નીરવ મોદી કોઈ પણ જગ્યાએ જવાની કોશિશ કરે ત્યારે ભારતની તપાસ એજન્સીઓને માહિતી મળી શકે.

ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંક મુંબઈ સ્તિથ બ્રાંચમાં કુલ ૧૧૩૬૦ કરોડ રૂપિયા ફ્રોડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું. આ ફોર્ડ ટ્રાન્જેકશનના મામલે ED દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ED દ્વારા ખોટું LOU રજુ કરનાર પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સમેત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે