વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે દેશને સંબોધન કરશે. પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે દેશની જનતાને સંબોધન કરશે અને કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે જણાવશે.આ સમય દરમિયાન લોકડાઉન પર પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકાય છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે લોકડાઉનનાં ચોથા તબક્કાની જાહેરાત આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરી શકાય છે. લોકોને આ તબક્કામાં વધુ છૂટ છાટ મળી શકે તેમ છે. પીએમ મોદી દેશની સામે ક્રમિક લોકડાઉન એક્ઝિટ પ્લાનની ઘોષણા કરી શકે છે. આ ઉપરાંત લોકોને સામાજિક અંતર બનાવવા અપીલ પણ કરવામાં આવશે.
ગઈકાલે મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી
નોધનીય છે એ, લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મીએ પૂર્ણ થઈ રહ્યો છે. સોમવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના અને લોકડાઉન વિશે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન, ઘણા મુખ્યમંત્રીઓએ લોક ડાઉન આગળ વધારવાની હિમાયત કરી હતી.
તમામ મુખ્યમંત્રીઓએ સૂચનો આપ્યા
આ બેઠકની વિશેષ વાત એ હતી કે તમામ મુખ્યમંત્રીઓને તેમાં બોલવાનો સમય આપવામાં આવ્યો હતો. તમામ મુખ્યમંત્રીઓનો બોલવાનોકર્મ અગાઉ થી જ નક્કી કરવામાં આવ્યો હતો. બેઠકનું બે ભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ રાઉન્ડ બપોરે ત્રણ વાગ્યે શરૂ થયો. પ્રથમ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પોતાનો મુદ્દો રજૂ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
