ચીનનાં વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કહેર વરસાવી રહ્યો છે, જેનાથી સૌથી વધુ અમેરિકા પ્રભાવિત થયુ છે. દરમિયાન, યુ.એસ.એ દાવો કર્યો છે કે, ચીની હેકર્સ કોરોના રસીથી સંબંધિત સંશોધન ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઇ) અને હોમલેન્ડ સિક્યુરિટીએ આરોપ લગાવ્યો છે કે ચિની હેકર્સ અને ડિટેક્ટિવ કોરોના વાયરસ રસીથી સંબંધિત ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ હવે ચાઇનીઝ હેકિંગ અંગે ચેતવણી જારી કરવાનું વિચારી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સ કોરોના પર રિસર્ચ સંબંધિત ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ આ હેકર્સ કોવિડ-19 ની સારવાર અને પરીક્ષણ અંગેની માહિતી અને બૌદ્ધિક સંપત્તિને પણ નિશાન બનાવી રહ્યા છે. ગયા અઠવાડિયે એક સંયુક્ત સંદેશમાં બ્રિટન અને અમેરિકાએ સંગઠિત ગુનેગારો દ્વારા કરવામાં આવેલા આરોગ્ય વ્યવસાયિકો સામે સાયબર એટેકમાં વધારો થવાની ચેતવણી આપી હતી. જો કે, ચીની સત્તાવાળાઓએ આ આરોપોને નકારી દીધા છે. ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે, અમે કોવિડ-19 ની સારવાર અને રસીની શોધમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે. કોઈ પુરાવાની ગેરહાજરીમાં, અફવાઓ અને અપશબ્દોની સાથે ચીનને લક્ષ્ય બનાવવું ખોટું છે.
વિદેશ વિભાગનાં અન્ય પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે, યુ.એસ.એ ચીન પર આરોપ લગાવ્યો છે કે અમે તેમને સમયસર રોગચાળા વિશે જાણ કરી નહી પરંતુ અમે રોગચાળા અંગે અમારી સ્થિતિ વારંવાર જણાવી છે. જો કે, અમેરિકા આ જુઠ્ઠાણાઓનું પુનરાવર્તન કરી રહ્યું છે, તેથી આપણે ફરીથી તથ્યો દ્વારા વિશ્વને સત્ય બતાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
