Deepika want 3 Kids: બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે રવિવારે પોતાની બીજી પ્રેગ્નન્સીની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી છે. સપ્ટેમ્બર 2024માં પુત્રી ‘દુઆ’ના જન્મના લગભગ દોઢ વર્ષ બાદ દીપિકા ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 4.2 મિલિયનથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી છે.
She really wasn’t joking, bless her heart. ❤️ pic.twitter.com/gtbXFo9Omy
— newdeep (@deepekachu) April 19, 2026
Deepika ની 3 બાળકોની જૂની ચાહત ફરી થઈ વાયરલ
દીપિકા (Deepika) પાદુકોણની બીજી પ્રેગ્નન્સીની ખબર સાથે જ તેના જૂના ઇન્ટરવ્યુ પણ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યા છે. વર્ષ 2017માં એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ પોતાની અંગત ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મરતા પહેલા જો મારે એક વસ્તુ ચોક્કસપણે કરવી હોય, તો તે છે ઘણા બધા બાળકો પેદા કરવા. જો હું એક્ટ્રેસ ન હોત તો પણ મારા આસપાસ 3 નાના-નાના બાળકો દોડાદોડી કરતા હોત તેવી મને આશા છે.”
રણવીર સિંહ સાથે લગ્ન પછી પણ દીપિકાએ એક મોટા પરિવારની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે તેને રણવીર સાથે ઘણા બધા બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથેની સુખી જિંદગી જોઈએ છે.
વર્કફ્રન્ટ પર ‘રાકા’ અને ‘કિંગ’ ની ધૂમ
દીપિકા પાદુકોણ હાલમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ફિલ્મ ‘રાકા’ અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. અહેવાલો મુજબ, દીપિકાની પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને અને શૂટિંગ શિડ્યુલને મેચ કરવા માટે અલ્લુ અર્જુન આગામી 2 થી 3 વર્ષ માટે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છે. ફિલ્મ ‘રાકા’નું બજેટ અંદાજે 700 થી 900 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
Rihanna, deepika is coming for your neck watch out pic.twitter.com/8WX5eg10nW
— , (@mastanified) April 19, 2026
રણવીર સિંહની ‘ડૅડી ડ્યુટી’
દીપિકાની (Deepika) જેમ જ રણવીર સિંહ પણ બાળકો પ્રત્યે ખૂબ લગાવ ધરાવે છે. દીપિકાની પ્રેગ્નન્સી પછી રણવીર ‘ડૅડી ડ્યુટી’ નિભાવવા માટે અત્યંત ઉત્સાહિત છે. રણવીરે અગાઉ પણ કહ્યું હતું કે પુત્રી દુઆ સાથે સમય વિતાવવો તે તેના જીવનની સૌથી મોટી ખુશી છે.
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન

