Not Set/ અમદાવાદના રામોલમાં યુવકની હત્યા થઇ, રામોલ પોલિસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

અમદાવાદ, અમદાવાદના રામોલ વિસ્તારમાં હત્યાના થઇ હોવાની ઘટના સામે આવી છે. આ હત્યા મોડી રાત્રિથી સવારના સમયગાળા દરમિયાન થઇ હોવાનું સામે આવ્યું છે. વિનાયક પાર્ક પાસેની આ ઘટના છે કે, જ્યાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની આશંકા દેખાઇ રહી છે. ઘટનાને પગલે લોકોના […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદના રામોલ વિસ્તારમાં હત્યાના થઇ હોવાની ઘટના સામે આવી છે. આ હત્યા મોડી રાત્રિથી સવારના સમયગાળા દરમિયાન થઇ હોવાનું સામે આવ્યું છે.

વિનાયક પાર્ક પાસેની આ ઘટના છે કે, જ્યાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની આશંકા દેખાઇ રહી છે.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ મૃતક યુવાનનું નામ હરિલાલ હોવાનું બહાર આવ્યું છે.